ઝગડીયા જીઆઇડીસી ની અંદર માં એઈડન નામની કંપનીમાંથી માટી ખોદી અને જાહેરમાં નાખતા હોવાનો ઘટસ્પોટ….

Share to

પ્રદુષિત માટી જાહેર સ્થળો તેમજ ખેતરો અને આવાવળુ જગ્યાની અંદરમાં ઠાલવી દેતા હોવાની લોકબુમ…

ઝગડીયા -05-04-2023

બે દિવસ અગાઉ પણ દધેડા ગ્રામપંચાયત હદ મા આવેલ તળાવ ના કિનારે આવીજ પ્રદુષિત જણાતી માટી મોટા પ્રમાણ મા કોઈક ઉદ્યોગ દ્વારા નાખવામાં આવી હતી



ભરૂચ જિલ્લા ના ઝગડીયા જીઆઇડીસીમા આવેલ કેટલાક ઉદ્યોગો દ્વારા માટી ઠાલવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની લોક ચર્ચા થઈ રહી છે ત્યારે ગતરોજ પ્લોટ નંબર 769/,6 માં આવેલ એઇડન ઇન્ડસ્ટ્રીઝ માંથી જેસીબી મશીન દ્વારા માટી નું ખોદકામ કરી રહી હોવાનું માલુમ પડ્યું હતું જેમાં ટ્રેક્ટર મારફતે બાજુ માં આવેલ ખુલા પોલ્ટ માં નાખવામાં આવી રહી હોવાની વિગત સામે આવી છે…ત્યારે આ માટી કેમીકલ યુક્ત છે કે નહીં તે તપાસ નો વિષય છે પરંતુ એઈડન કંપની એક કેમિકલ ઉત્પાદન કરતી ઉદ્યોગ છે કે નહીં અને જો તે કેમિકલ ઉત્પાદન કરતી કંપની છે તો તેને લગતા વળગતા તંત્ર પાસે આ માટી જાહેરમાં ખુલ્લા પ્લોટ માં નાખવાની પરમિશન લિધી હતી કે નહીં?

અત્રે ઉલ્લેખનીય છે કે કેમિકલ ઉત્પાદન કરતી કંપનીઓમાંથી જો કોઈ પણ પ્રકારની માટી કે અન્ય ચીજ વસ્તુ મટીરીઅલ જાહેરમાં નાખવા માટે નિયમો હોઈ છે અને તેને નાખવા માટે પણ લગતા વળગતા વિભાગ ની મજૂરી લેવાની હોઈ છે પરંતુ મોટા ભાગે અનેક કંપનીઓ વિના પરમિશન આવી ગેરકાયદેસર પ્રુવતી કરતી હોઈ છે..
ત્યારે એઈડન કંપની છેવાડા ના ભાગ મા આવેલ હોઈ જેથી આવી કંપનીઓ છુપી રીતે નિયમો ને તાક મા મૂકી દેતી હોઈ છે એઇડન ઇન્ડિસ્ટ્રીઝ ની બાજુ મા ખુલ્લા પ્લોટ મા એઇડન કંપની માંથી માટી કાઢી અને ખુલ્લા મા નાખવામા આવી રહી છે તે બાબતે તંત્ર સ્થળ ઉપર જઈ તપાસ કરી પુરાવા રજૂ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે…ઘણા કેટલા સમયથી ઝગડીયા ઇડસ્ટ્રીઅલ એરિયા માંથી માટી ખોદકામ ચાલી રહ્યું છે જેમાં અનેક ઉદ્યોગો દ્વારા કેમિકલ યુક્ત માટી અને અન્ય પ્રદાથો પોતાની પ્રીમાઈસી કંપનીની અંદર માંથી બહાર લાવી જાહેર સ્થળો તેમજ ખેતરો અને આવાવળુ જગ્યાની અંદરમાં ઠાલવી દેતા હોય છે ત્યારે એઇડન કંપની દ્વારા પોતાની કંપનીની અંદર માંથી માટી ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે ગ્રામજનો દ્વારા માહિતી મળતા જોવામાં આવ્યું કે એઇડન કંપનીની અંદર મેઈન ગેટની સામે જગ્યામાંથી એક મોટો ખાડો કરી અને તેની અંદરમાંથી માટી ખોદકામ કરી ટ્રેકટર મારફતે લઈ જવામાં આવતું નજરે પડ્યું હતું.. ત્યારે સવાલ એ છે

કે આ માટી ખોદકામ કરી પોતાની પ્રીમાંયસી ની અંદરમાંથી બહાર લઈ જવા માટે શુ ખાણ ખનીજ વિભાગ તેમજ લાગતા વળગતા તંત્રની પરમિશન હેઠળ આ કામ ચાલી રહ્યું છે કે પછી વિના પરમિશન આ કોઈ કેમિકલ યુક્ત માટી પોતાની પ્રીમાઈસી માંથી બહાર લાવી અન્ય સ્થળ પર ઠાલવી રહ્યા છે ત્યારે આ વિશે તો તપાસ બાદ જ ખબર પડશે પરંતુ ઝઘડિયા ના ઇન્ડસ્ટ્રીયલ એરિયા ની અંદર માં ઘણી જગ્યા પર હાલ માટી ખોદકામ ચાલી રહ્યું છે જેની અંદર કેમિકલ યુક્ત માટી સગેવગે કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હોય તેમ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે તંત્રની નજર ચૂકવી આ ઉદ્યોગો બેફામ માટી ખોદકામ કરી અને પોતાની પ્રીમાઈસી ની અંદર માંથી બહાર લઈ જઈ અન્ય સ્થળો પર નાખતા જોવા મળ્યા છે બે દિવસ અગાઉ પણ દધેડા ગ્રામપંચાયત હદ મા આવેલ તળાવ ના કિનારે આવીજ પ્રદુષિત જણાતી માટી મોટા પાયે નાંખી હતી તો શું આ ઉદ્યોગોને કોઈક મોટા માથા છાવરે છે કે પછી કેમિકલ ઉદ્યોગો પોતાની મનમાની કરે છે ? ત્યારે પ્રજાહિત માટે એઇડન ઇન્ડિસ્ટ્રીઝ દ્વારા આ વિષય પર લાગતું વડગતું તંત્ર આ દિશા મા તપાસ કરશે ખરું અને જો આ તપાસ બાદ ગેરકાયદેસર કેમિકલ યુક્ત માટી બહાર લાવવામાં આવી રહી છે અને તેને જાહેરમાં ઠાલવી રહી છે તો શું તેના પર કાર્યવાહી થશે ખરી…?


Share to

You may have missed