ઝાલા રામીબેન દેવશીભાઇ કે જેઓ વાલિયા તાલુકાના પઠાર ગામમાં આવેલ પ્રાથમિક શાળા પઠારમાં તા.૫/૭/૨૦૧૦થી ભાષા- મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
તેઓ મહેનતું, ખંતીલા, ઉત્સાહી, કાર્યનિષ્ઠ, બાળલક્ષી અભિગમ, શિસ્ત, તેમજ નિયમિતતાના ગુણોના કારણે વિદ્યાર્થી,વાલી તેમજ આસપાસના શૈક્ષણિક વર્તુળમાં ખુબ જાણીતા અને માનીતા છે.તેઓ વિષય શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓના સાચા માર્ગદર્શક અને મિત્ર પણ છે.તેઓ વિદ્યાર્થીઓને બાહ્ય સ્પર્ધાઓ જેવી કે બાહ્ય નિબંધ સ્પર્ધા,GIET દ્વારા લેવામાં આવતા ગ્રિષમોત્સવ તેમજ દીપોત્સવમાં જાતે ભાગ લઈ વિદ્યાર્થીઓને પણ ભાગ લેવડાવે છે.આ રીતે વિદ્યાર્થીઓની આંતરિક શક્તિ ઉજાગર કરવાના પ્રયત્નો કરે છે.
શિક્ષણની વિવિધ પ્રવિધિઓ, ટેકનૉલોજીનો ઉપયોગ તેમજ પ્રવૃત્તિલક્ષી રમતો આધારિત શિક્ષણ અભિગમ ધરાવતાં હોવાના કારણે તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુબજ પ્રિય છે. અંગ્રેજી સરળ અને રસપ્રદ છે એ માટે રમતો રમાડી ,જાતે ગીતો,વાર્તાઓ બનાવી વિદ્યાર્થીઓના દિલમાં જગ્યા બનાવેલ છે. તેઓ onLine ભાષા ગેમ મંગાવી તેને ઘરે અને શાળામાં વિરામ સમયે ઝીરો ઇન્વેસ્ટમેન્ટ સાથે બનાવે છે. તેમણે અંગ્રેજી વિષયને સરળ બનાવવા ઘણી બધી ગેમો બનાવી છે.દર વર્ષે સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં 36 વિદ્યાર્થીઓને ભાગ લેવડાવી પ્રમાણપત્ર અપાવે છે.પોતે વિશેષ યોગ્યતા પ્રમાણપત્ર પણ પ્રાપ્ત કરેલ છે.વિવિધ બાહ્ય સંસ્થા સાથે જોડાયેલા છે. બાળમેળામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ છે. શ્રેષ્ઠ કેન્દ્ર સંયોજક તરીકે પણ પ્રમાણપત્ર મળેલ છે.કલેક્ટરસાહેબશ્રીના હસ્તે પણ સન્માન થયેલ છે.
લોકભાગીદારી અને દાન:
1. સાંસ્કૃતિક કાર્યક્રમ માટે કપડાંનું દાન: ૫૦૦૦/-
2. રાધાકૃષ્ણ મંદિરના આયોજકોના સહયોગથી ૭૦૦ વેલ્વેટ પેંસિલનું દાન
3. બાળકોને સમચીનું દાન
4. તિથીભોજન – ૧૦૦૦૦/-
5. અવારનવાર લાયબ્રેરીમાં પુસ્તક ભેટ
6. બાળકોને માતૃભાષા દિન પર તેમજ અવારનવાર શૈક્ષણિક કીટ (પેન,પેન્સિલ,રબર,ચોપડા,ડાયરી,ફૂટપટ્ટી વગેરે)
*વિશેષ પ્રવૃત્તિઓ:
• મોડ્યુલ નિર્માણ તથા તજજ્ઞ તરીકે કામગીરી
• વિવિધ સ્પર્ધાઓમાં ભાગીદારી તથા પ્રશ્નપત્ર સંરચનામાં યોગદાન
• શિક્ષક પર્વમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
• DIKSHA app પર ચાર માઇક્રો improvement project
• My Government app પર વિવિધ 17 ક્વિઝમાં ભાગીદારી
• ત્રણ વર્ષથી સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૩૬ વિદ્યાર્થી
• GIET દ્વારા યોજાતા ગ્રિષ્મોત્સવ અને દીપોત્સવમાં વિદ્યાર્થિઓને પ્રમાણપત્ર
• ક્રિયાત્મક સંશોધન: 2…. Loan words અને અક્ષર સુધારણા
• દર વર્ષે ઇન્નોવેશનમાં ભાગીદારી
• રાજ્યકક્ષાએ ઇન્નોવેશનમાં મૂલ્યાંકનકાર તરીકે ત્રણ વાર ઝોન કક્ષાએ ઇન્નોવેશનમાં મૂલ્યાંકનકાર તરીકે
• વાર્તા નિર્માણ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જિલ્લા કક્ષાએ
• કલા ઉત્સવમાં નિર્ણાયક તરીકે ભૂમિકા જિલ્લા તેમજ ઝોન કક્ષાએ
• નિબંધ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જિલ્લા કક્ષાએ
• વિવિઘ language game નિર્માણ અધ્યયન નિષ્પત્તિના સરળીકરણ માટે વિડિયો નિર્માણ ,Online courseમાં સમીક્ષક તરીકે ભૂમિકા
• વિવિધ કૉલેજ દ્વારા લેવામાં આવેલ સ્પર્ધામાં ભાગીદારી
• વિવિધ ટ્રસ્ટ દ્વારા લેવાયેલ સ્પર્ધામાં વિદ્યાર્થિઓને પ્રોત્સાહિત ઈનામો ભાષા સંગમ અંતર્ગત બંગાળી હિન્દી સંસ્કૃત ગુજરાતી પંજાબી છત્તીસગઢની ભાષાનો સમન્વય GCERT માં VIDEO selected…બે વર્ષથી ભવ્ય રીતે માતૃભાષા દિનની ઉજવણી
• વિકાસશીલ વાલિયા અંતર્ગત વાલિયા તાલુકાને 30 પુસ્તકોની ભેટ
• માતૃભાષા દિન DIET ભરૂચને 25 સ્વરચિત પુસ્તકોની ભેટ
ઝોન કક્ષાના જીવનશિક્ષણ લેખન કાર્યશાળામાં ભાગ
• મતદાર જાગૃતિ અંતર્ગત રીલ સ્પર્ધા
*મળેલ સન્માન
1. ક્રિયાત્મક સંશોધનની બૂકલેટને Vajra World recordમાં સ્થાન
2. શિક્ષક અને સાહિત્યકારની બેવડી ભૂમિકા બદલ મંત્રીશ્રી મનસુખભાઇ વસાવા તેમજ માર્ગ વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી સાહેબના હસ્તે સન્માન
3. યુવા રમત ગમત મંત્રાલય દ્વારા સ્વચ્છતા પર નિબંધ સ્પર્ધામાં પ્રથમ આવવા બદલ સન્માન
4. પ્રતિભાશાળી શિક્ષક સન્માન
5. તપોવન પઠાર અને વિશ્વમહાજ્યોતિ કલ્યાણકારી ટ્રસ્ટ દ્રારા શ્રેષ્ઠ શિક્ષક સન્માન
6. નવતર પ્રયોગો તેમજ રચનાત્મક કાર્યો બદલ ભરૂચ જિલ્લા કલેકટરશ્રીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન
More Stories
જૂનાગઢ માં અરજદારોના ગુમ થયેલ ૭ કિંમતી સામાનના બેગ તથા ૧ અગત્યના ડોક્યુમેન્ટસની ફાઇલ કુલ કિંમત રૂ. ૨૫,૫૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ
જૂનાગઢ પોલીસ ફુટ પેટ્રોલીંગ દરમ્યાન ગુમ થયેલ ચાર વર્ષના બાળકને શોધીને પોતાના માતા-પીતા સાથે મિલન કરાવતી જુનાગઢ એ ડીવીઝન પોલીસ
જૂનાગઢ જીલ્લાના ભેસાણ તાલુકામા ઘરફોડ કરનાર અને ગુનાઇત ઇતીહાસ ધરાવનાર અલગ-અલગ જીલ્લાના કુલ-૭ ઘરફોડ ગુનાઓમો સંડોવાયેલ ઇસમને જુનાગઢ પોલીસે પકડી પાડ્યો