.*દૂરદર્શી ન્યૂઝ સુરત માંડવી.*
શ્રી વી એફ ચૌધરી ઉચ્ચતર માધ્યમિક શાળા માંડવી જિલ્લો સુરતમાં પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિન ઉત્સાહભેર ઉજવણી કવરવામાં આવી.શિક્ષક તેમના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી ત્યારબાદ શિક્ષક દિવસ નિમિત્તે બનેલા શિક્ષક મિત્રો એ પોતાના શિક્ષકોનો પુષ્પગુચ્છ આપે સ્વાગત કરી આશીર્વાદ મેળવ્યા હતા. આજના દિવસના આચાર્યશ્રી પ્રજ્ઞેશકુમાર અર્જુનભાઈ પટેલે તમામ વ્યક્તિઓને આ કાર્યક્રમમાં શબ્દો થી આવકાર્યા હતા. માધ્યમિક વિભાગના સુપરવાઇઝર તરીકે હેત કુમારી અશોકભાઈ ચૌધરી એ જવાબદારી નિભાવી હતી તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ ની મહિમા કુમારી સતિષભાઈ ગામીતે જવાબદારી નિભાવી હતી. આ શાળાના શિક્ષક શ્રી ડોક્ટર મધુરભાઈ પી. બગડા દ્વારા નિર્મિત ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જીવન કવન આધારિત ક્વિઝ નું ઓપનિંગ આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી નાનસિંગભાઈ ચૌધરી સાહેબના હસ્તે થયું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પ્રતિભાવ રૂપે માધ્યમિક વિભાગ પટેલ અનિશા કુમારીતથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ ચૌધરી ધ્રુવી કુમારી અને સાયન્સ વિભાગ ની વિદ્યાર્થીઓની ગામીત પ્રાચી કુમારીએ અનુભવ રજૂ કર્યો હતો.શિક્ષક દિન નિમિત્તે છે જે વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો તે વિદ્યાર્થીઓને એક થી ત્રણ નંબર આપી ઇનામવિતરણ કરાયું હતું.
મુખ્ય મહેમાન શ્રી નાનસિંગભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓની પ્રેરક ઉદ્દ બોધન આપ્યું હતું કાર્યક્રમના અંતે ધોરણ 12 નીવિદ્યાર્થીની સુપરવાઇઝર ગામીત મહિમા કુમારી સતિષભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાયને છૂટા પડ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગામીત રિદ્ધિકુમારી તથા ચૌધરી જેનબ કુમારી એ કર્યું હતું