November 20, 2024
Share to

દરેક વિદ્યાર્થીને ધોરણ 9 થી 12 ધોરણ સુધી અભ્યાસ માટે દર વર્ષે 12000 /- રૂપિયા જેટલી શિષ્યવૃત્તિ મળશે.


શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત ધી દીવાન ધનજીશા હાઇસ્કુલ ના ઉચ્ચ પ્રાથમિક વિભાગના ધોરણ :- ૮ અભ્યાસ કરતા કુલ 28 વિદ્યાર્થીઓએ NMMS ( નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ) પરીક્ષામાં ભાગ લીધો હતો , જે પૈકી 12 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉચ્ચ મેરીટ સાથે ઉતીર્ણ થયા છે .દરેક વિદ્યાર્થીને ધોરણ ૯ થી 12 સુધી અભ્યાસ માટે દર વર્ષે 12000 રૂપિયા જેટલી શિષ્યવૃત્તિ મળશે. દીવાન ધનજીશા હાઇસ્કુલ ના ધોરણ 8 ના વિદ્યાર્થીઓ પ્રત્યેક વર્ષે NMMS ની પરીક્ષા માં મોટી સંખ્યામાં મેરીટ માં સ્થાન મેળવી શાળાને ગૌરવ પ્રદાન કરાવતા રહ્યા છે.આ જવલંત સિદ્ધિ બદલ નૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રી રણજીતસિંહજી પરમાર તથા કિરીટભાઈ ગાંધીએ શાળાના પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી, શિક્ષકો તેમજ મેરીટ માં આવનાર વિદ્યાર્થીઓને બીરદાવી, આગામી વર્ષોમાં પણ વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ઠ દેખાવ કરતા રહે અને શાળાની ખ્યાતિ સતત પ્રગતિશીલ રહે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

1) હેમરાજ પંકજકુમાર પરમાર
2) દિગ્ના કલ્પેશભાઈ પટેલ
3) મનસ્વી ગિરધારીભાઈ વસાવા
4) ધૃતીબેન ધર્મેન્દ્રસિંહ રાજ
5) હિતેનપુરી કનુપુરી ગોસાઈ
6) સુજલ કુમાર છગનભાઈ પરમાર
7) યશ્વી રાજેન્દ્રકુમાર પુરોહિત
8) જૈનબ બસીરભાઈ શેખ
9) હિમાંશુકુમાર રાજીવભાઈ શર્મા
10) રેહાન યાસીનભાઈ મન્સૂરી
11) ચાંદની રાધાચરણ વસાવા
12) રીતેશભાઈ સંજયભાઈ વસાવા


Share to

You may have missed