September 7, 2024
Share to


કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેના ભાગરુપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા

જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા ઉમેદવારો માટે હેલ્પલાઇન નંબર ૦૨૬૪૨ – ૨૫૨૪૭૪ પૂછપરછ માટે શરુ કરવામાં આવ્યો

ભરૂચ:બુધવાર:ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા લેવાનારી જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા આગામી તા.૦૯/૦૪/૨૦૨૩ના રોજ સવારે ૧૨:૩૦ કલાક થી ૧૩:૩૦ કલાક દરમિયાન યોજાનાર છે.
આ પરીક્ષા માટે ભરૂચ જિલ્લામાં ૩૭ પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામા આવેલ છે. આ પરીક્ષા દરમ્યાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેના ભાગરુપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ દ્વારા પરીક્ષા કેંદ્રોની ૨૦૦ મીટરની ત્રિજિયામાં ખોદકામ (Digging) કરવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ, પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ નિયુક્ત અધિકૃત વ્યક્તિઓ સિવાયની કોઇપણ વ્યક્તિ કે વ્યક્તિઓના સમુહને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવે તેવુ જાહેરનામુ, પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજીયામાં કોઇએ પણ બેફામ મનસ્વી રીતે મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજીત્રો તથા ડી.જે. સીસ્ટમ વગાડવા પર પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ, પરીક્ષા કેન્દ્રોની બહાર આવેલ તમામ ઝેરોક્ષ કેન્દ્રોની ઉપર સદર પરીક્ષાને લગતી સામગ્રીની ઝેરોક્ષ નકલ કાઢવા પ્રતિબંધ મુકતુ જાહેરનામુ, પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટફોન, બ્લુટુથ, ઇયરફોન, કેમેરા, લેપટોપ, ઇલેક્ટ્રોનિક ગેઝેટ, તેમજ પુસ્તક અને સાહીત્યો કે પરીક્ષામાં ગેરરીતિ થાય તેવી કોઇપણ પ્રકારની અન્ય વસ્તુઓ પરીક્ષાર્થીઓ/ ઉમેદવારો દ્વારા પરીક્ષા કેન્દ્રમાં લઇ જવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ બહાર પાડવા આવેલ છે.
વધુમાં પરીક્ષા કેન્દ્રોની આસપાસ તા.૦૯/૦૪/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૩૦ કલાક થી ૧૪:૩૦ સુધી લાઉડ સ્પીકર, ડી.જે. તથા અન્ય વાજિત્રો વગાડવાની પરવાનગી નહી આપવા સબંધિત સબડીવીઝન મેજીસ્ટ્રેટ તથા મામલતદારશ્રીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ દ્વારા આદેશ આપવામાં આવેલ છે. પરીક્ષાના સુચારુ આયોજનના ભાગ રૂપે ચીફ ડીસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા વિકાસ અધિકારી, ભરૂચ દ્વારા પરીક્ષા સાથે સલગ્ન તમામ સ્ટાફ માટે સઘન તાલીમનું આયોજન કરેલ છે.
જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા ઉમેદવારો માટે હેલ્પલાઇન નંબર ૦૨૬૪૨ – ૨૫૨૪૭૪ પૂછપરછ માટે શરુ કરવામાં આવેલ છે. તેમ એડીશનલ કો-ઓર્ડીનેટર (જનરલ) અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) જિલ્લા પંચાયત, ભરૂચની અખબારી યાદીમાં જણાવાયું છે.


Share to

You may have missed