September 7, 2024

નર્મદા સુગર ધારીખેડા દ્વારા શેરડીનો ફાયનલ ભાવ જાહેર નહિ કરાતા ખાંડ નિયામકને રજુઆત..

Share to


સુગર ફેક્ટરી દ્વારા સારા ભાવ નહિ ચુકવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી



ધારીખેડા નર્મદા સુગર દ્વારા ૨૦૨૨ ૨૩ માં પીલાણમાં આવેલ શેરડીનો ફાયનલ ભાવ નહિ ચુકવાતા એક ખેડૂત સભાસદ દ્વારા ખાંડ નિયામક ગાંધીનગરને લેખિતમાં રજુઆત કરીને શેરડીના ભાવ ચુકવાય તેવી માંગ કરી હતી. આ અંગે મળતી વિગતો મુજબ કાંદરોજના ખેડૂત સભાસદ સુનિલભાઇ રમેશભાઈ પટેલે ખાંડ નિયામકને લેખિતમાં રજુઆત કરીને જણાવ્યું હતુકે નર્મદા સુગરમાં ચાલુ પીલાણ સિઝનમાં અવ્યવસ્થા ના થાય અને સમયસર પીલાણ થાય તેમજ શેરડીના ભાવ પાડવાના હેતુથી સુગરના સભાસદો પૈકી પાંચ સભ્યોની કસ્ટોડિયન કમિટીની રચના કરવામાં આવી છે.

આ કમિટી પૈકી ઘનશ્યામભાઇ પટેલે લાંબા સમયથી મંડળીમાં પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેઓ હાલની કસ્ટોડિયન કમિટીના જવાબદાર વ્યક્તિ હોવા છતાં જાહેરમાં બેજવાબદાર નિવેદનો કરીને સભાસદોમાં વિખવાદ થાય તેવું ભાષણ કરેલ છે. વટારીયા સુગરમાં પણ હાલ કસ્ટોડિયન કમિટી હોવા છતાં ચાલુ સિઝન દરમિયાન રુ.૨૬૦૧ નો ભાવ પ્રતિ ટન મુજબ જાહેર કર્યો છે. પરંતુ ઘનશ્યામભાઇ પટેલ દ્વારા સોસિયલ મિડીયામાં નિવેદન કરવામાં આવ્યું હતુ કે નર્મદા સુગરને કોર્ટમાં લઇ જનાર કેટલાક વિઘ્નસંતોષીઓ દ્વારા કોર્ટ કેસ પાછો ખેંચવામાં આવે તો શેરડીના ભાવ તાત્કાલિક પાડી શકાશે. ઘનશ્યામભાઇ પટેલ દ્વારા આવા ભડકાઉ નિવેદન તેમના મળતીયાઓ દ્વારા સોસિયલ મિડીયામાં મુકાવી તથા ધારીખેડા સુગરના નોટીશ બોર્ડ પર મુકાવી શેરડી પીલાણ સિઝન ૨૦૨૨ ૨૩ માં આવેલ શેરડીના ફાયનલ ભાવ ચુકવવામાં ઠાગાઠૈયા કરેલ હોવાનો આક્ષેપ આ રજુઆતમાં કરવામાં આવ્યો હતો. વધુમાં જણાવાયા મુજબ બહારના કાંટા પર વજન કરાવેલ શેરડીના વજનની સ્લિપ હાલના કસ્ટોડિયન કમિટીના સભ્યો ગ્રાહ્ય રાખતા નથી અને માત્ર મંડળીના ક‍ાંટા પર થયેલ વજન જ ગ્રાહય રાખે છે. મંડળીના વજનકાંટા અને બહારના કાંટા પર થયેલ શેરડીના વજનમાં મોટો તફાવત આવતો હોવાનો આક્ષેપ કરીને આ બાબતે પણ તપાસની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત મંડળીના મેનેજિંગ ડિરેક્ટરની જગ્યા પર સંસ્થાના એસ્ટેટ મેનેજર ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરેછે, તેમને અન્ય નાણાકીય વિભાગના વહિવટનો અનુભવ ન હોઇ સંસ્થાને આર્થિક નુકશાન થતું હોવાનું પણ રજુઆતમાં જણાવાયુ હતુ. નર્મદા સુગરની કસ્ટોડિયન કમિટી દ્વારા સુગર ફેક્ટરીના સભાસદો અને સંસ્થાના હિતમાં ચાલુ વર્ષની પીલાણ થયેલ શેરડીના સારા ભાવ ચુકવાય નહિતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે, એવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

આ બબતે સુનીલ પટેલે જણાવ્યું હતું કે શ્રી નર્મદા ખાંડ ઉઘોગ સહકારી મંડળી લી. કસ્ટોડીયન કમીટીના સભ્ય દ્વારા શેરડીના ભાવ પાડવા બાબતે સોશીયલ મીડીયામા જે સભાસદ જોગ સંદેશો વાઈરલ કરેલ છે જેને હુ સખત શબ્દોમાં વખોડું છું. હકીકતમાં ધારીખેડા શૂગર ફેક્ટરીમા નવા નિમાયેલ કસ્ટોડીયન કમિટી સામે ગુજરાત હાઈકોર્ટ માં કોઈ પણ પ્રકારનો વિવાદ દાખલ થયેલ નથી, તા.૧૨.૪.૨૩ ના રોજ ગુજરાત હાઈકોર્ટ માં મૂદ્ત હોય તે તારીખે ચૂંટણી અંગેની મેટર છે. અને વધુ માં જણાવવાનું કે તા.૪.૩.૨૩ ના રોજ સરકાર દ્વારા થયેલ પરિપત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે પિલાણ સીઝન ચાલુ હોય તેમાં કોઈ અવ્યવસ્થા ન થાય અને સમયસર પિલાણ પુરૂ થાય તેમજ શેરડી પકવતા સભાસદોના હીતમા ભાવ પાડવાના હેતુથી કસ્ટોડીયન કમિટીની રચના કરેલ છે.આ બાંબતે સભાસદો અને સંસ્થાના રૂપીયે રમતો રમવાનુ બંધ થાય, સભાસદોને ગેરમાગેઁ દોરવાનુ ભુલી જાવ હવે સભાસદો તમને ઓળખે છે તેમ જણાવ્યું હતું.

#DNSNEWS


Share to

You may have missed