ઝઘડિયાના ઈમરજન્સી મેડિકલ ટેકનીશીયન (EMT) ને સાઉથ ઝોન નો “EM Care” એવોર્ડ એનાયત થયો.

Share to

ઝગડીયા -03-04-2024

ઝઘડિયા તાલુકાના મુલદ ગામના વતની મનિષાબેન નિલેશભાઈ પટેલ, જેઓ ઝઘડીયા ૧૦૮ એમ્બ્યુલન્સ પર ઈમરજન્સી મેડીકલ ટેકનિશિયન (EMT) તરીકે ફરજ બજાવે છે. મનિષાબેનને આજરોજ ઇએમ કેર (EM Care) એવોર્ડ એનાયત થયો છે. સાઉથ ઝોનમાં પ્રિ-હોસ્પિટલ અને જીવન બચાવવાની કામગીરીના સારા પરફોર્મન્સ બદલ તેમને આજરોજ સુરત ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ઈએમ કેર એવોર્ડ એનાયત થયો છે. મનિષાબેન ને ઈએમ કેર એવોર્ડ એનાયત થતા સાઉથ ઝોનના ભરૂચ,નર્મદા,છોટાઉદેપુર જિલ્લા સહિત ઝઘડિયા તાલુકા નું ગૌરવ વધાર્યું છે.


Share to