તાલુકા પંચાયત ઉપપ્રમુખ, કરોબારી અધ્યક્ષ તાલુકા પંચાયત કચેરી મા આવી અપશબ્દ બોલી બિભત્સ વર્તન કરી સરકારી કામગીરી રુકાવટ/ અડચણ કરવા ની લેખિત મા ડીડીઓ ને રાવ નાખતા ટીડીઓ.

Share to

નેત્રંગ પોલીસ સ્ટેશન મા ટી,ડી,ઓ. વિરુધ એટ્રોસિટી એકટ હેઠળ ફરીયાદ દાખલ કરવા લેખિત મા રાવ નાખતા ઉપપ્રમુખ…નેત્રંગ તાલુકા પંચાયત ના તાલુકા વિકાસ અધિકારી વિરુધ નેત્રંગ પોલીસ સ્ટેશનમા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરીયાદ દાખલ કરવા લેખિત મા તાલુકા પંચાયત ઉપ પ્રમુખે રાવ નાખતા અધિકારી આલમ મા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
તો બીજી તરફ નેત્રંગ તાલુકા વિકાસ અધિકારીએ તાલુકા પંચાયત નેત્રંગના ઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષ તાલુકા પંચાયત કચેરીએ આવી અપશબ્દ બોલી બિભત્સ વર્તન કરી સરકારી કામગીરીમા રુકાવટ/ અડચણ કરવા બાબત  ની લેખિત રાવ ડીડીઓ ને કમઁચારીઓના નિવેદન સાથે ની કરી છે.

નેત્રંગ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ વંદન કરણસીંગ વસાવા રહે ગાલીબા એ તા,૩૧ માર્ચ ના રોજ નેત્રંગ પોલીસ સ્ટેશન મા આપેલ લેખિત રાવ મા જણાવ્યા મુજબ હાલમાં ૩૧ માર્ચ હોય જેનાં કારણે બીલોનાં નાંણા લેવાના થતા હોય છે,પરંતુ નેત્રંગ તાલુકા પંચાયતનાં ટીડીઓ આર, બી, મલેક સવારથી જ કચેરી ઉપર હાજર ન હોય જેને કારણે ઉપપ્રમુખ વંદન વસાવા તથા અનેકસરપંચોનાં કામો અટવાઇ ગયેલા છે. જેથી  મે તથા સરપંચોએ ટી,ડી,ઓ મલેકની ધણી રાહ જોયેલી પરંતુ ટી,ડી,ઓ તા,૩૧ માર્ચ નાં રોજબપોરે બે વાગ્યા સુધી તાલુકા પંચાયત કચેરીખાતે હાજર ન થતા અમોએ બપોરે બેને ત્રીસ વાગ્યે ટીડીઓ ને ફોન કરેલો અને તેઓને પુછે કે, બપોરના બેને ત્રીસ  વાગી ગયા છે, હજુ સુધી તમે ઑફિસે કેમ આવ્યા નથી, ત્યારે ટીડીઓ એ ઉપપ્રમુખ ને જવાબ આપેલો કે તમે મને  આવુ પુછવાવાળા કોણ  ? તમે મારા સાહેબ છો ?

મને ડીડીઓ નથી પુછતો તો તમે કોણ આવ્યા મને પુછવાવાળા ? ત્યાર બાદ ટીડીઓ આર, બી, મલેક દસ જ મિનિટ મા જ તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોચેલ, જેથી ઉપપ્રમુખ વંદન વસાવા તેમજ તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ સુરેશ પોહનીયાભાઈ વસાવા રહે મોટાજાંબુડાનાઓ ટીડીઓ ની ચેમ્બરમાં મળવા ગયેલા ત્યારે એકાએક ટીડીઓ ઉપપ્રમુખ તેમજ કરોબારી અધ્યક્ષ પર ઉશ્કેરાઇ ગયેલા અને જાતિ વિશે બોલી જણાવે કે તાલુકા પંચાયત ચલાવવાનાં, આ તાલુકા પંચાયત હુ ચલાવવું છુ ,મારો કોઇ સાહેબ નથી, તમને  ખોવી નાખવાનું છે. તેવુ કહી માં બહેન સમાણી ખરાબ ગાળો બોલવા લાગેલ અને કહેવા લાગેલ કે વધારે કરશો તો બોમ્બેથી ગુંડાઓ બોલાવીને તમારુ ખુન કરાવી નાંખીશ તમે લોકો હજુ મને ઓળખતાં નથી, આવુ બોલી ટીડીઓ એ વિના કારણે ઉપપ્રમુખ સાથે લડાઇ ઝધડો કરવાનુ ચાલુ જ રાખેલુ અને તમે ભીલાઓ શુ તાલુકા પંચાયત ચલાવવાના આવા જાતિ વિષયક શબ્દો બોલી આમોને તથા અમારી જાતિને માનહાનિ તથા ઠેસ પહોચાડેલ છે. જેને લઈ ને તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ વંદન વસાવાએ  ઇ. પી. કો કલમ ૫૦૪, ૫૦૬(૨) એટોસીટી કલમ ૩(૧)(આર) (એસ) ૩ (૨)(૫ – એ) મુજબ ગુનો નોંધવા લેખિત મા રાવ નેત્રંગ પોલીસ સ્ટેશન મા ૩૧ માર્ચ ના રોજ સાંજ ના ૬ કલાકે આપેલ હોય જે લેખિત     રાવ આવક રજીસ્ટ્રાર મા ૧૦ નંબર થી પીએસઓએ રીસીવ કરેલ  છે.

નેત્રંગ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ વંદન વસાવાને તાલુકા વિકાસ અધિકારીએ જાતિ વિષયક શબ્દો બોલી માનહાનિ પહોંચાડેલ છે, તથા સમસ્ત આદિવાસી સમાજને ઠેંસ પહોંચાડેલ છે જેથી ટીડીઓ વિરુધ એટોસીટી એકટ મુજબ ગુનો ઑઓધવવા બાબતે નેત્રંગ મામલતદાર ને તા ૩ એપ્રિલ ના રોજ નેત્રંગ તાલુકા પંચાયતના તથા ભરૂચ જીલ્લા પંચાયત નેત્રંગ તાલુકાની બેઠક ના સભ્યો તેમજ નેત્રંગ તાલુકા ભાજપ સંગઠન થકી ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર પાઠવેલ છે.  નેત્રંગ તાલુકા વિકાસ અધિકારીએ ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષે કચેરી ખાતે અપશબ્દ બોલી બિભત્સ વર્તન કરી સરકારી કામગીરીમાં રુકાવટ/ અડચણ કરેલ હોય જેના સાક્ષી તરીકે તાલુકા પંચાયત ના એટીઓ મનોજ પટેલ, માગૅ-મકાન વિભાગ ના અધિક મદદનીશ ઇજનેર પી, ડી, અંજારીયા, આંકડા મદદનીશ સંદીપ વસાવા, સિનિયર કારકુન ગામીત તરુણાબેન, સિનિયર કારકુન મુકેશ વસાવા ટીડીઓ રૂબરૂ નિવેદન લઈને જીલ્લા વિકાસ અધિકારીને રજુ કરેલ છે.

 નેત્રંગ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખે તા, ૩૧ માર્ચ ના રોજ સાંજ ના છ વાગ્યા આસપાસ ટીડીઓ વિરુધ એટોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધવા બાબતે નેત્રંગ પોલીસ સ્ટેશન મા લેખિત રાવ નાખેલ જે પીસીઓએ ટપાલ આવક નંબર ૧૦ થી રીસીવ કરવામા આવેલ છે. જે લેખિત રાવ આપીયાને ૪૮ કલાક ઉપરનો સમય વિતી ગયો હોવા છતા પોલીસ તંત્ર દ્રારા કોઈ પણ જાતની કાયઁવાહી થઈ નથી તેવું ઉપપ્રમુખ વંદન વસાવાએ જણાવ્યુ છે.
રિપોર્ટર / વિજય વસાવા નેત્રંગ

#DNSNEWS


Share to