‘હવે તો પાકિસ્તાનમાં પણ લોકો કહી રહ્યા છે, ભાગલા એક ભૂલ હતી’, અખંડ ભારત જરૂર બનશેઃ મોહન ભાગવત

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૪
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત દ્વારા એક મહત્વ નું નિવેદન આપવામાં આવ્યું છે, તેમણે કહ્યું છે કે આઝાદીના ૭ દાયકા કરતા વધારે સમય પછી પણ પાકિસ્તાનના લોકો ખુશ નથી અને હવે તેઓ માને છે કે ભારતનું વિભાજન એક ભૂલ હતી. ભાગવત કિશોર ક્રાંતિકારી હેમૂ કાલાણીની જયંતી પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોહન ભાગવત બોલી રહ્યા હતા, આ કાર્યક્રમમાં સિંધી સમાજના લોકો પણ જાેડાયા હતા. ભાગવતે કહ્યું કે અખંડ ભારત સત્ય છે, અખંડ ભારત દુઃસ્વપ્ન છે. આ સિવાય તેમણે કહ્યું કે ભારતથી અલગ થયાના ૭ દાયકા પછી પણ પાકિસ્તાનમાં દુઃખ છે, જ્યારે ભારત સુખી છે. અમર બલિદાની હેમુ કલ્યાણીની જયંતી પર અહીં આયોજિત સમારોહમાં સિંધી સમુદાયના લોકોને સંબોધિત કરતા ભાગવતે કહ્યું, “અમારે નવું ભારત વસાવવાનું છે. ભારત દેશ ખંડિત થયો. આજે જેને આપણે પાકિસ્તાન કહીએ છીએ, તેના લોકો કહી રહ્યા છે ભૂલ થઈ ગઈ. પોતાના હઠધર્મિતાના કારણે ભારતથી અલગ થઈ ગયા, સંસ્કૃતિથી અલગ થઈ ગયા. શું તેઓ સુખી છે? તેમણે આગળ કહ્યું કે, “અહીં ભારતમાં સુખ છે અને ત્યાં પાકિસ્તાનમાં દુઃખ છે.” ભાગવતે કહ્યું કે “જે સાચું હોય છે તે ટકે છે, જે ખોટું હોય છે તે આવે છે અને જાય છે.” મોહન ભાગવતે કહ્યું, “આજે અખંડ ભારતને સત્ય અને ખંડિત ભારતને દુઃસ્વપ્ન માનવામાં આવે છે. સિંધી સમુદાય બન્ને તરફથી ભારતને ઓળખે છે. આદિકાળથી સિંધી પરંપરાઓને અપનાવવામાં આવી છે. ભારત એવો દેશ છે જે સંપૂર્ણ વિશ્વ ને સુખ-શાંતિ આપવાનું કામ કરે છે. તમામ ઉતાર-ચઢાવ આવશે, પરંતુ પણ અમે ખતમ થઈશું નહીં.” તેમણે કહ્યું કે આપણે દુનિયાનું નેતૃત્વ કરવા માટે સક્ષમ છીએ. ભાગવતે ડૉ. હેગડેવાર અને અન્ય વિચારકોના માધ્યમથી સંપૂર્ણ દુનિયાને બતાવવામાં આવેલા કલ્યાણના માર્ગનો પણ ઉલ્લેખ કર્યો. મોહન ભાગવતે કહ્યું કે સિંધી સમુદાય બધું ગુમાવીને શરણાર્થી ના બન્યા, પરંતુ તેમણે પુરુષાર્થ કરીને બતાવ્યો. શહીદ હેમુ નામ સાથે સિંધી સમાજનું સ્વતંત્રતા આંદોલનમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે, પરંતુ તેનો ઉલ્લેખ ઓછો થાય છે. તેમણે કહ્યું કે સિંધી સમાજે ભારત છોડ્યું નહીં, તેઓ ભારતમાંથી ભારતમાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, “આપણે તો ભારત વસાવી લીધું, પરંતુ વાસ્તવમાં દેશ ખંડિત થયો. આજે પણ ભાગલાને કૃત્રિમ માનીને સિંધી સાથે લોકો મનથી જાેડાયા. સિંધુ નદીના પ્રદેશ સિંધથી ભારતનું જાેડાણ રહેશે.”


Share to

You may have missed