ચૈતરવસાવા અને મનસુખ વસાવા વચ્ચેના હાઇવોલ્ટેજ ડ્રામાનો આખો ઘટનાક્રમ દુરદર્શી ન્યુઝ ઉપર વાંચો

Share to

ચૈતરવસાવા અને મનસુખ વસાવા વચ્ચેના હાઇવોલ્ટેજ ડ્રામાનો આખો ઘટનાક્રમ દુરદર્શી ન્યુઝ ઉપર વાંચો

ઈકરામ મલેક:રાજપીપળા


છેલ્લા કેટલાક દિવસોથી નર્મદા જિલ્લા મા રાજકારણ ગરમાયુ હતું, ડેડીયાપાડા વિધાનસભા મત વિસ્તાર મા ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસ મા લીધા વગર કરોડો રૂપિયાની ગ્રાન્ટ સગેવગે કરવાના આક્ષેપો સાથે ડેડીયાપાડા ના MLA ચૈતરભાઈ વસાવા દ્વારા તંત્રને ઉપરા છાપરી અલ્ટીમેટમ આપ્યા બાદ, સાંસદ માનસુખવસાવા ને નનામા પત્ર બાબતે જાહેર ડીબેટ માટે ચૈતરવસાવા એ પડકાર ફેંક્યો હતો.

ત્યારે ભરૂચના MP માનસુખવસાવા દ્વારા પડકાર ઝીલી ને 1 એપ્રિલ ના રાજપીપળા ગાંધીચોક ખાતે MLA ચૈતરવસાવા ને આવવા આમંત્રણ આપ્યું હતું, જેથી સમગ્ર જિલ્લા મા ઉત્તેજના વ્યાપી ગઈ હતી, બન્ને નેતાઓ જાહેરમાં ટકરાય તો કેવી પરિસ્થિતિ સર્જાય? એના તર્કવિતર્ક રાજકીય પંડિતો માંડી રહ્યા હતા.

ત્યારે પોલીસ અને વહીવટીતંત્ર ની ભૂમિકા કેવી હશે? એની ઉપર પણ લોકોએ મિટ માંડી હતી, ત્યારે આજે 1 એપ્રિલ ના રોજ વહેલી સવારથી જ આખા ગુજરાત ની નજર રાજપીપળા ઉપર હતી, આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ રાજપીપળા ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડે તો એને પોહ્નચી વળવા પોલીસે ભારે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ત્યારે આ તરફ સાંસદ માનસુખવસાવા પોતાના ઘરે થી નિકડ્યાજ નહિ અને પાર્ટીના આદેશ અને અરાજકતા ફેલાશે તેવા કારણો આગળ ધરી ને પોતે જાહેર ડિબેટમાં નહિ જાય તેવું એલાન મીડિયા સમક્ષ કરી દેતા જાહેર ચર્ચા બાબતે ઠંડુ વલણ અપનાવી લીધું હતું..

ત્યારે બીજી તરફ ડેડીયાપાડા ના MLA ચૈતરવસાવા કારો નો કાફલો લઈ રાજપીપળા તરફ આવી રહ્યા છે તેવા ઇનપુટ પોલીસને મળતાજ રાજપીપળા પોલીસનો કાફલો ચૈતરવસાવા ને અધવચ્ચેજ રોકવા માટે તાબડતોબ મ રવાના થયો હતો, આખરે MLA ચૈતરવસાવા ને તેમના કાફલા સાથે મોવી ચોકડી ખાતે રોકી લેવામાં આવ્યા હતા. અને તેમને પોલીસે કહ્યું હતું કે સાંસદ પોતેજ જાહેર ડિબેટ મા આવવાના નથી તો તમે પણ અહીંયા થી પરત થઈ જાવ તેમ વિનંતી કરી હતી.

ચૈતરવસાવા MLA દ્વારા મોવી ચોકડી ખાતેજ મીડિયા ના સવાલો ના જવાબો આપી પોતે મનસુખ વસાવા અને ભાજપ ના લોકોના ભ્રષ્ટાચાર નો આખી ફાઈલ તૈયાર કરી ને આવ્યા હતા એવું જણાવતા સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. સાંસદ માનસુખવસાવા દ્વારા મને પડકાર આપી પોતે પાણી મા બેસી ગયા એમ કેમ ચાલે? એવો વેધક સવાલ પણ આપ ના MLA ચૈતરવસાવા એ કર્યો હતો. હવે જયારે માનસુખવસાવા જાહેર ચર્ચા માટે આવતા નથી, આગામી ત્રણ દિવસમાં તેઓ પોતાને ખંડણી ખોર અને ગદ્દાર કહેવા બદલ તેમની સામે માનહાની અને બદનક્ષી નો કેસ દાખલ કરશે એવી આવી નવી ચીમકી આપી હતી.

આમ આમ આદમી પાર્ટીના MLA ચૈતરવસાવા અને ભાજપ ના સાંસદ વચ્ચે ચાલી રહેલા આરોપ પ્રત્યારોપ નો સિલસિલો હાલ પૂરતો ટળી ગયો છે, પણ જો ચૈતરવસાવા કોર્ટના બારણા ખખડાવશે તો એક નવી ઘર્ષણની પરિસ્થિતિ ઉદભવે એવું કહી શકાય..

ઈકરામ મલેક: રાજપીપળા


Share to

You may have missed