મોટર રીપેર કરવાના નામે મોટા મોટા બીલો મુકતા હોવાની લોક ચર્ચા
એજન્સી અને ગામો ના સરપંચ તલાટીઓ ના મેળાપીપણા થી મોટા પાયે ગેરરીતી આચરવામાં આવતી હોઈ છે

6 મહિનામાં 2 વાર મોટર બગડી જતા લોકો ને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે ગ્રામજનો કહે છે કે બધા ને પાણી ની રાહત છે પરંતુ અમને તો આખી જિંદગી પાણી માટે વલખા મારી રહ્યા છે.. મહિલાઓ કહે છે કે મોટુ પરીવાર હોઈ તેને તો પાણી વિના ખુબજ તકલીફ પડે છે પાણી વિના શુ કામ કરવાનું હેડપમ્પ હોઈ ત્યાંથી પાણી ભરી લાવીએ છે અને પરિવારના ત્રણ થી ચાર લોકો પાણી ભરવા જાય ત્યારે ઘર કામ માટે અને પીવાનું પાણી થઈ રહે છે.. ગામના સરપંચ બીરબલ ભાઈ ને અમારા પ્રતિનિધિ દ્વારા માહિતી પૂછતાં જણવ્યું હતું કે મોટર બગડી ગઈ છે અને મોટર રીપેર કરવા આપી છે અને અઠવાડિયું થયું છે ગામ વારા ખોટું બોલે છે..
ઝગડીયા તાલુકાના રતનપોર ગામના સરપંચ ને અમારા પ્રતિનિધિ દ્વારા પાણી માટે બનાવેલ 2021-2022 નલસે જલ યોજના અંતર્ગત 50,000 લીટર સમતા વાડી ટાંકી બની છે તો કેમ માત્ર 6 જેટલા મહિનામાંજ બે વાર મોટર બગડી ગઈ ?
ત્યારે સરપંચ દ્વારા ગલ્લા તલ્લા કરતા કહેવામાં આવ્યું કે મોટર તો બગડેજ ને એમાં અમે શુ કરીયે ! ત્યારે લોકો ને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે જેમાં હલકી ગુણવતા અને જૂની મોટરો નાખવામાં આવે છે અને સરકારી યોજના માં વપરાતા રૂપિયા ચાઉં થઈ જતા હોંઈ છે ત્યારે નવી બનેલ પાણી ની ટાંકી અને તેમાં વાપરેલ મટીરિયલ “””ચલે તો ચાંદ તક ના ચલે તો સામ તક””” જેવો ઘાટ આવ્યો છે..ક્યાંક ને ક્યાંક આ લોક માટે આવેલ સુખાકારી ની ગ્રાન્ટ ના રૂપીયા ભ્રસ્ટાચાર ની સુલી ચડી ગયા હોઈ તેમ લાગી રહ્યું છે..

અત્રે ઉલ્લેખનીય છે કે નલ શે જલ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લા માં પાણી પુરવઠા વિભાગ ના અધિકારીઓ પણ આ બાબતે અનેક ગામો માં આવી યોજના અંતર્ગત અનેક એજન્સી અને ગામો ના સરપંચ તલાટીઓ ના મેળાપીપણા થી મોટા પાયે ગેરરીતી આચરવામાં આવતી હોઈ છે પરંતુ તે બાબતે પુરવઠા વિભાગ દ્વારા તેમજ અન્ય એજન્સીઓ દ્વારા કોઈ પણ જાત ની સ્થળ તપાસ વિના ક્લીયરેન્સ સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે ત્યારે હાલ પાણી માટે પણ લોકો ને તરસાવી પોતે મિનરલ વોટર પીતા અધિકારીઓ ને આ બાબતે સામાન્ય ગરીબ પરીવારો ને એક ટાઈમ ના પાણી માટે પણ તરસાવી રહ્યા છે ત્યારે રતનપુર ગામના રિહીશો ની સમસ્યા તંત્ર ધ્યાને લઈ આ બાબતે ગ્રામજનો ને રાહત થાય તેવા પગલાં ભરે તે જરૂરી છે..

