તાલુકામાં મેરિટ મેળવી પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિધ્યાર્થીનીઓ પણ ઉમલ્લા કન્યાશાળાની
ઝગડીયા 01-04-2023
ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લાની પ્રાથમિક કન્યાશાળાની વિધ્યાર્થીની અંજલીબેન નિલેશભાઇ વસાવા ૧૩૮ માર્કસ સાથે શિષ્યવૃત્તિ પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ આવી હતી. જ્યારે ઝઘડિયા તાલુકામાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિધ્યાર્થીઓમાં અંજલીબેન નિલેશભાઇ વસાવા ૧૩૮ ગુણ સાથે પ્રથમ,અંજલીબેન રમેશભાઈ વસાવા ૧૨૩ ગુણ સાથે દ્વિતીય જ્યારે કનિઝફાતેમા બિલાલભાઇ ખત્રી ૧૨૨ ગુણ સાથે તૃતીય ક્રમે આવેલ છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ઝઘડિયા તાલુકામાં શિષ્યવૃત્તિ- એનએમએમએસ ની પરિક્ષામાં મેરિટમાં આવનાર પ્રથમ ત્રણ ક્રમે આવેલ આ ત્રણેય વિધ્યાર્થીનીઓ ઉમલ્લા પ્રાથમિક કન્યાશાળાની ધો.૮ ની વિધ્યાર્થીનીઓ છે. શિષ્યવૃત્તિની આ પરિક્ષા આપીને મેરિટમાં આવનાર ધો.૮ ના વિધ્યાર્થીઓ શિષ્યવૃત્તિના રુ.૪૮૦૦૦ મેળવવાના હકદાર બને છે.
ધો.૮ થી ૧૨ સુધી દર મહિને શિષ્યવૃત્તિ તરીકે રુ.૧૦૦૦ મળતા ચાર વર્ષ દરમિયાન કુલ રુ.૪૮૦૦૦ મેળવવા પાત્ર બને છે. ઉમલ્લા પ્રાથમિક કન્યાશાળાની ત્રણ વિધ્યાર્થીનીઓ શિષ્યવૃત્તિ પરિક્ષામાં મેરિટ મેળવી તાલુકામાં પ્રથમ ત્રણ ક્રમે આવતા શાળાનું નામ તાલુકા અને જિલ્લા કક્ષાએ રોશન કરનાર આ વિધ્યાર્થીનીઓને શાળા પરિવાર તરફથી અભિનંદન આપવામાં આવ્યા હતા.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.