September 7, 2024
Share to

ઝગડીયા -28-03-2023

DNS NEWS દ્વારા ખબર પ્રસારીત કરાતા ઉમલ્લા ગામે લગાવેલ CCTV કેમરા રીપેર કરવામાં આવ્યા…

લોક સહયોગ અને લોકભાગીદારી દ્વારા આપવામાં આવેલ CCTV હલકી ગુણવતા વાળા હોવાની લોકચર્ચા

ઓલ્ડ ઇમેજ

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના ઉમલ્લા ગામે થોડા દિવસો અગાઉ દુમાલા વાઘપુરા ગામ ખાતે રહેતી અને ઘરકામ કરી ગુજરાન ચલાવતી ૬૦ વર્ષીય મહિલા ચંપાબેન ઉર્ફે સોમીબેન બોખાભાઈ વસાવા રહે નીચલું ફળિયુ દુમાલા વાઘપુરા તાલુકો ઝગડીયા જિલ્લો ભરૂચ નાઓ ઉમલ્લા ગામમાં ઘર કામ અર્થે રોડ પર ચાલતા જતા હતા ત્યારે વાઘપુરા પાસે લોકો ના જણવ્યા અનુસાર એક વાઈટ કલરની કાર દ્વારા તેઓને અડફેટે લેતા તેઓ ને ગંભીર ઈજાઓ પોહચાડી ત્યાંથી કાર ચાલક ભાગી છૂટ્યો હતો મહિલા ને ઇજા ના પગલે સારવાર દરમિયાન વડોદરા હોસ્પિટલ ખાતે મરણ થયું હતું જે બાબતના સમાચાર”” DNSNEWS”” માં પ્રસારિત થતાં ઉમલ્લા ચાર રસ્તા ખાતે લાગેલા સીસીટીવી ચાલુ હાલત માં છે કે બંધ હાલત માં ? તેવા સવાલો ઉઠવ્યા હતા..જોકે અકસ્માત સર્જનાર કારચાલક ત્યાંથી પસાર થતી વખતે ઉમલ્લા ચાર રસતા ની મધ્ય માં લાગેલ CCTV કેમેરામાં કાર નંબર અને અન્ય વિગત કેદ થઈ છે કે નહીં અને કેમેરા ચાલુ હાલતમાં છે કે નહીં તેવા સવાલો ચેનલ દ્વારા તંત્ર સામે ઉઠાવીયા હતા ત્યારે ચાર રસ્તાની મધ્યમાં લાગેલ સીસીટીવી કેમરા ને તંત્ર એ આ બાબતને ધ્યાને લઈ કેમરા નું રીપેરીંગ કામ કરવાના પ્રયત્નો હાથ ધરી ફરી લગાવામાં આવ્યા હતા ત્યારે તેનાથી સ્પષ્ટ થાય છે કે તંત્ર આ બાબતે નિષ્ક્રિય રહી સીસીટીવી ઘણા સમયથી બંધ હાલતમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે જો આ સીસીટીવી જેતે સમયે જો ચાલુ હાલતમાં હોત તો અકસ્માત સર્જનાર કાર ચાલકને વહેલી તકે પોલીસ દ્વારા પકડવામાં આસાની થઈ હોત…

કરન્ટ ઈમેજ

ત્યારે સવાલ એ પણ છે કે જેતે સંસ્થા ઉદ્યોગો દ્વારા ઉમલ્લા,રાજપારડી,ઝગડીયા જેવા મોટા વેપારી મથકો ઉપર RPL,GMDC,UPL જેવા નામાંકિત ઉદ્યોગો દ્વારા લાઈટ ટાવર CSR યોજના અંતર્ગત તંત્ર ને આપવામાં આવ્યા અને તેના ઉપર લોક ભાગીદારી થકી CCTV કેમેરા લગાવ્યા તો ખરા પરંતુ આ કેમેરા હલકી ગુણવતા વાળા લગવામાં આવ્યા હોઈ તેમ લાગી રહ્યું છે જે કેમરા માં માંડ કોઈ વ્યક્તિ અને વાહનો ના નંબર સ્પષ્ટ ના દેખાઈ શકે તેમ હોઈ છે ત્યારે આ બાબતે લોક ભાગીદારી અને અન્ય ઉદ્યોગો દ્વારા CSR પ્રવુતિ હેઠળ આપવામાં આવતા વસ્તુઓ અને અન્ય સ્ટ્રકચરો માં પણ પંચાયતો, અને અમુક સંસ્થાઓ અને લોકો મલાઈ ખાઈ જતા હોવાની વાતો બહાર આવતી હોઈ છે…અને ઉદ્યોગો અને નેતા પણ CSR અને અન્ય યોજના ના નામે વાહવાહી લૂંટવા હરખપદુડા થઈ જતા હોઈ છે અને ફોટા પડાવી મોટી જાહેરાતો થકી ચમકતા થઈ જતા હોઈ છે ત્યારે આવી કોઈ ઘટનાઓ બનતી હોઈ છે ત્યારે લોકોને પણ સત્ય હકીકત જાણ થાય છે કે વિકાસ લગતી ગ્રાન્ટ અને ઉદ્યોગિ ફન્ડમાં ગોબચારી વાપરી અને લોકો ને વિકાસ ના નામે છેતરવામાં આવે છે..હાલ તો DNSNEWS ચેનલ માં આ બાબતે સમાચાર પ્રસારિત થતા કેમરા હાલ ચાલુ થઈ જતા નાગરીકો ને થોડી રાહત મળી હોઈ તેમ લાગી રહ્યું છે ત્યારે તંત્ર આ બાબતે ચોકસાઈ પૂર્વક તેને કેટલો સમય કાર્યરત રાખે છે કે કેમ તે જોવું રહ્યું…


Share to

You may have missed