September 7, 2024

બે દિવસથી લાપતા યુવકનો મૃતદેહ લીઝ ધારકે રેતી માટે ખોદેલ ખાડામાંથીજ મળ્યો …

Share to

પોતાના કામદારો ના જીવ ઉપર રોટલો સેકતા રેત લીઝ ધારકો..

લીઝ ધારકે રેતી કાઢવા ખોદેલ ખાડા માંથીજ ભારે જેહમત બાદ બે દિવસ પછી મૃત દેહ ને ફાયર વિભાગ દ્વારા પાણી માંથી બહાર કાઢવામાં આવ્યો…

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના ઇન્દોર નારેશ્વર પાટિયા ના નાવળી ના ઘાટ પાસે કોઈ કામદાર ડૂબી ગયો હોવાની લોક મુખે ચર્ચા પ્રમાણે લીઝ ધારક દ્વારા મોડે મોડે એક દિવસ પછી પણ કોઈ ને પણ જાણ ન કરતા સ્થાનિકો એ મીડિયાનો સંપર્ક કરતા વાયુવેગે વાત પ્રસરતા આંનદ ફાંણદ મા કામદાર ગુમ થયા અથવા ડૂબી ગયા ની પોલીસ ને જાણ કરવામાં આવી હતીઅને ઉમલ્લા પોલીસ દ્વારા પોલીસ જવાનો અને GRD ના જવાનો ને મૂકી દેવામાં આવ્યા હતા અને તરત ઝગડીયા GIDC સ્થિત ફાયર વિભાગને જાણ કરી સ્થળ ઉપર બોલાવામાં આવ્યું હતું અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે લીઝ ધારક દ્વારા આ વિષય ને બહાર ન આવાદેવા માટે લીઝ ધારકે બેદરકારી વાપરી હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું છે

તથા લીઝ સંચાલક દ્વારા મોડે સુધી કામદાર ડૂબી ગયા ની જાન ના કરાતા યુવક વધુ ઊંડા પાણી મા ગરકાવ થઈ ગયો હતો જો સત્વરે આની જાણ પોલીસ તેમજ ફાયર વિભાગ ને કરી હોત તો મૃતક ને થોડાજ કલાકોમા તંત્ર દ્વારા શોધી કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હોત તેવું લોક મુખે ચર્ચા એ જોર પકડ્યું છે…ત્યારે હાલ તો બેદરકારી વાપરવા બદલ લીઝ ધારક ઉપર સ્થાનિકો દ્વારા ફીટકાર વરસાવી અને આવા લીઝ ધારક વિરુદ્ધ કર્યવાહી કરવાની લોકચર્ચા એ જોર પકડ્યું છે..જોકે મૂળ વલસાડ જિલ્લા અને કપરાડા તાલુકાના જીરવલ ગામનો રહીશ કેતનભાઈ માંદુભાઇ વાઘાત નો મૃતદેહ મળતા પોલીસ ઘટના સ્થળે પોહચી મૃતક ને પી એમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે…


Share to

You may have missed