November 21, 2024

નર્મદામા ખાખી બેફામ ! તિલકવાળા પછી ગરુડેશ્વર મા પણ યુવાનને ઢોર માર માર્યો

Share to



ઇકરામ મલેક: દુરદર્શી ન્યુઝ રાજપીપળા, નર્મદા


ગરુડેશ્વર પોલીસ કસ્ટડી મા વિદ્યાર્થી ઉપર ચાર પોલીસ કર્મીઓ તૂટી પડ્યા, મોઢા ઉપર, છાતીમા મુક્કા માર્યા હોવાની કેફિયત યુવાને જિલ્લા પોલીસ વડા ને રજૂ કરી

પ્રતિનિધિ રાજપીપળા:-

નર્મદાના તિલકવાડાના એક આદિવાસી યુવાન સામે પોલીસ ફરિયાદ થતા પોલીસ આરોપી યુવાનને ઉપાડી લાવી થર્ડ ડીગ્રી આપી હોવાની ઘટના ની શાહી હજી સુકાય એ પહેલાજ નર્મદા જિલ્લા મા પોલીસની બર્બરતા નો વધુ એક કિસ્સો પ્રકાશ મા આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અને નર્મદા જિલ્લા પોલીસ વડા ને કરાયેલી ફરિયાદ મુજબ, મૂળ નાંદોદના સાંજરોલી ગામના પણ પોતાના મામાને ત્યાં કલીમકવાણા ખાતે રહી માંગરોળ કોલેજ મા અભ્યાસ કરતા વિદ્યાર્થી મિતેશ રાજેશભાઈ તડવી મોટરસાયકલ લઈ ગત તા.16/03/2023 ના સાંજ ના સાંજરોલી થી કલીમકવાણા જઈ રહ્યા હતા, ત્યારે ગરુડેશ્વર ચોકડી ખાતે ટ્રાફિક ચેકીંગ મા ઉભેલા પોલીસ જવાનો દ્વારા યુવાનને અટકાવવા લાકડી ઉગામતા યુવાન ઘબરાઈ જઈ પોતાની મોટરસાયકલ પલટાવી પરત ફરવા જતા ફરજ પરના પોલીસ જવાન દ્વારા દોડી ને યુવાનની મોટરસાયકલ પકડી પાડેલ.

ત્યારે આ ઝપાઝપી મા પોલીસ જવાન ને હાથ ઉપર સામન્ય ઉઝરડો પડી જતા ઉશ્કેરાયેલા પોલીસ જવાને યુવાન પાસે લાયસન્સ માંગતા યુવાને પોતાની પાસે લાયસન્સ નથી એમ કેહતાજ ફરજ પરના પોલીસ જવાન અતુલ વસાવા અને અન્ય ત્રણ ખાખી ધારીઓ દ્વારા ફેન્ટ પકડી ગાળો ભાંડી પોલીસ વેન મા નાખી ગરુડેશ્વર પોલીસ મથકે લઈ ગયા હતા અને ત્યાં જઈ વિદ્યાર્થી યુવાનને પોલીસ મથક મા ઢોર માર મારવામાં આવ્યો હતો. સામાવાળા પોલીસ વાળાઓ દ્વારા જાણે કોઈ રીઢા ગુનેગાર ને ફટકારતા હોય એ રીતે એક વિદ્યાર્થી યુવાનને બેરહમી પૂર્વક માર માર્યો હતો.

ગરુડેશ્વર પોલીસ મથક મા વિદ્યાર્થી સાથે થયેલી મારપીટ અને પોલીસ ની ગાળો માર ખાઈ રહેલા વિદ્યાર્થીએ પોતાના મોબાઈલમા રેકોર્ડિંગ કરી લેતા પોલીસ ની બર્બરતા ના પુરાવા ઉભા થઇ ગયા છે. આ મામલા ની જાણ થતા યુવાન વિદ્યાર્થીના મામા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને યુવાનને દાક્તરી સારવાર માટે રાજપીપળા ની GMERS સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ અને ત્યાર બાદ પીડિત યુવાને આ મામલે જિલ્લા પોલીસ વડા નર્મદાને આખી ઘટના નું વર્ણન કરતી અરજી લખી હતી અને આરોપી પોલીસ જવાનો સામે કાર્યવાહીની માંગ કરી હતી.

પોલીસની ફરજ કાયદા પાલન ની હોય છે, અને ન્યાય વ્યવસ્થા નું કામ ન્યાય કરવાનું જો પોલીસ પોતેજ કાયદો હાથ મા લઈ ન્યાય કરવા બેસી જશે તો પછી કોર્ટ શું કરશે??


Share to

You may have missed