November 20, 2024
Share to

ઝગડીયા 12-03-2023

માર્ગ માંથી પસાર થતા વાહન ચાલકો ત્યાં મુકેલ બેરીકેડ ને હટાવી પુલ ઉપર થી પસાર થતા હોઈ છે

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ઝઘડિયા તરફ જવાના માર્ગ પર ભુંડવા ખાડી પર નવા બનેલ પુલ પરથી આજે એક કાર નીચે પ‍ડી જતા ગાડી ને નુકશાન થવા પામ્યું હતું વિગતો અનુસાર ઝઘડિયા તરફથી આવી રહેલ એક ક‍ાર ભુંડવા ખાડીના નવા બનાવેલ પુલના રસ્તા પરથી પસાર થઇ રહી હતી ત્યારે એકાએક ચાલકે સ્ટીયરિંગ પરનો ક‍ાબુ ગુમાવતા ક‍ાર રોડની સાઈડ માં બનતી રેલિંગ તોડી નીચે ખાબકી ઝગડીયા તરફ જતા માર્ગ ઉપટ પડી હતી જોકે આ ઘટનામાં સદભાગ્યે કોઇ જાનહાનિ ન થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા ધોરી માર્ગ ને ચાર માર્ગીય બનાવાની કામગીરી ચાલી રહી હોવાથી ભુંડવા ખાડીનો જુના પુલ ની બાજુમાં એક નવા પુલ ની કામગીરી ચાલુ છે ત્તયારે આ પુલ ની રેલિંગ ની કામગીરી હાલ ચાલી રહી છે તે જોતા પણ આ માર્ગ માંથી પસાર થતા વાહન ચાલકો ત્યાં મુકેલ બેરીકેડ ને હટાવી પુલ ઉપર થી પસાર થતા હોઈ છે ત્યારે આજરોજ પણ વાહન ચાલક દ્વારા આ પુલ નો ઉપયોગ કરતા તે પુલ ની રેલિંગ બનતા થાંબલા ને તોડી નીચે પડતા કાર ને નુકસાન થયું હતું

જોકે રોડ ની કામગીરી ચાલતી હોવાથી જુના માર્ગ માં ખાડા પડવાથી લોકો અવરજવર માટે નવનિર્મિત માર્ગ અને પુલ નો ઉપયોગ કરતા હોઈ છે ત્યારે આ બાબતે કોન્ટ્રાકટર દ્વારા જુના માર્ગ ને પણ દુરુસ્ત કરવામાં આવે તો વાહન ચાલકો પણ આ માર્ગ નો ઉપયોગ કરે તેમ છે અને આવી કોઈ દુર્ઘટના ના બને અને કોઈ વ્યક્તિ નો જીવ ના જાય તે પણ જરૂરી છે

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

#DNSNEWS


Share to

You may have missed