November 21, 2024

ઉમલ્લા મા અકસ્માતની ઘટનામાં મહિલાના મોત બાદ થોડાજ દિવસોની અંદરમાં જ રેતીની ઓવરલોડ ટ્રકો બેફામ દોડતી થઈ… કેટલાક લોકોએ રેતી લીઝ ધારકો પાસે સેટિંગ.કોમ દ્વારા વહીવટ કરી લેવાની લોકમુખે ચર્ચા…

Share to

નામ જાહેર ના કરવાની શરતે પોતાની ઓળખ છુપાવતા જનવ્યું હતું કે અમુક ગ્રામજનો એ લીઝ સંચાલકો સાથે સેટિંગ.કોમ નો રસ્તો અપનાવી રેતી ની ટ્રકો ચાલુ કરવા પરવાનગી આપી…

થોડા દિવસો અગાઉ ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના ઉમલ્લા ગામમા રહેતા સીમાબેન નામની એક મહિલા નું ટ્રક ચાલક દ્વારા મોત નીપજવ્યા ની ઘટના બની હતી જેને લઈ ઉમલ્લા ના સ્થાનિકો દ્વારા ગેરકાયદેસર અને ઓવરલોડ વિના રોયલ્ટી ની રેતી ની ટ્રકો રોકી ઉગ્ર રોષ વ્યક્ત કરી સુત્રોચાર કર્યા હતા અને રેતી ભરેલ ટ્રકો ની અવરજવર બંધ કરાવી હતી પરંતુ તેના થોડાજ કલાકોમાં સેટિંગ. કોમ થઈ જતા ઓવરલોડ રેતી ના હાયવા ટ્રક દિવસ રાત બેફામ દોડતા થઈ જવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે લોક મુખે ચર્ચા ઓ થઈ રહી છે કે અમુક લોકો દ્વારા બંધ બારણે રેતી લીઝ ધારકો જોડે મિટિંગ ગોઠવી સેટિંગ થઈ જતા રેતી ની ટ્રકો ઉમલ્લા બઝાર માંથી પસાર થવા માંડી છે જેને લઈને શાળાએ જતા બાળકો ના જીવ પણ ગમે ત્યારે હોમાય તો નવાઈ નહીં.. બાળકો ઉપર પણ જોખમ શરૂ થઈ જતા વાલીઓ અને ખરીદારી અર્થે આવતા લોકો અને સ્થાનિકો ઉપર પણ મોત નું તાંડવઃ શરૂ થઈ ગયું છે જેમાં અમુક મોટા અધિકારીઓ અને આગેવાનો નો છૂપો આશીર્વાદ હોવાથી સેટિંગ. કોમ થી હાસ્કારો અનુભવતા લોકો ને તો ચાંદી થઈ ગઈ પરંતુ તંત્ર પણ આંખો મીંચી તમાસો જોઈ રહ્યું હોઈ તેમ ફરી કોઈ નો જીવ જવાની રાહ હવે નિશ્ચિત બની જવા પામી છે..

ત્યારે લોકો ના જીવ ની કિંમત કરતાં લોકોજ હવે જીવ જવાની અને અકસ્માત થવાની રાહ જોઈ સેટિંગ.કોમ થી કમાણી કરતાં હોવાની લોકમુખે ચર્ચાઓએ જોર પકડ્યું છે

ફરીથી કાયદો અને વ્યવસ્થા નેવે મુકાઈ ગઈ હોઈ તેમ જે ની તે સ્થિતિ થઈ જતા લોકો હવે ફરીથી પાણેથા થી ઉમલ્લા ગામ ના રસ્તા સહિત ઉમલ્લા બઝારમા અકસ્માત નો ભોગ ન બને તેનો ભય સતાવી રહ્યો છે ગેરકાયદેસર ઓવરલોડ અને બેફામ ચાલતી હાયવા ટ્રકો અને રાત્રી દરમિયાન પણ ટ્રકો મા રેતી ભરી આપતા ગેરકાયદેસર લીઝ સંચાલકો ઉપર તંત્ર જાણે આંખ બંધ કરી બધો તમાશો જોયા કરતુ હોય તેમ હાલ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે…

રિપોર્ટર /- સતીશ વસાવા ઝગડીયા

#DNSNEWS


Share to

You may have missed