November 20, 2024

ભરૂચ જિલ્લામાં આયુષ વિભાગ દ્વારા ઝઘડિયાના ઉમલ્લા ખાતે આયુષ મેળો યોજાયો

Share to

જન સુખાકારીના સાર્થક કરતો સરકારનો સરહાનિય પ્રયાસ : ઝઘડિયા ધારાસભ્ય શ્રી રિતેશ વસાવા

મોટી સંખ્યામાં લોકોએ મફત આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન કેમ્પનો લાભ લીધો

ગુજરાત રાજ્યના છેવાડાના માનવી સુધી આયુષની સેવાઓ પહોંચી શકે અને તે થકી પ્રજાજનોને સુખાયુ અને દિર્ઘાયુ પ્રાપ્ત થાય તે હેતુથી આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ “હર દિન હર ઘર આયુર્વેદ” અભિયાન અંતર્ગત ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તથા આયુર્વેદ શાખા – જિલ્લા પંચાયત ભરૂચના સયુંકત ઉપક્રમે આયુષ મેળો આજરોજ કુમાર-કન્યા શાળા ઝઘડિયાના ઉમલ્લા ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.


ઝઘડિયાના ધારાસભ્ય શ્રી રિતેશ વસાવાએ આ પ્રસંગે ઉદબોધન આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આપણા આરોગ્યની દરકાર લઈ રહી છે.જન સુખાકારીના હેતુને સિદ્ધ કરતો સરકારનો સરહાનિય પ્રયાસ સામાન્ય જનતા માટે આશીર્વાદરૂપ છે. તેમણે લોકોને ઝઘડિયા તાલુકામાં આવેલાં આયુર્વેદ દવાખાનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આયુષ મેળામાં આયુષ મેળાની અનેકવિધ વિશેષતાઓ હતી. જ્યાં ધારાસભ્યશ્રીએ આયુષ મેળાના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતો ઉકાળો પીવાની આદત કેળવવા પણ હાકલ કરી હતી.
આ આયુષ મેળામાં આયુર્વેદ અને હોમીયોપેથી પદ્ધતિ દ્વારા વિવિધ રોગોનું નિદાન અને સારવાર તેમજ જરૂરી માર્ગદર્શન સ્થળ પર મફત આપવામાં આવ્યુ હતું.

તે સાથે – સાથે સંધિવાત અને સ્નાયુના રોગોમાં લાભદાયક એવી સારવાર,આયુર્વેદની પ્રાચીન અગ્નિકર્મ પદ્ધતિ દ્વારા પેઈન મેનેજમેન્ટ, ડાયાબીટીસ-આહાર વિહારમાર્ગદર્શન ,ગેસ,અપચો,કબજીયાત,એસીડીટી,જુનો મરડો વગેરે પાચન સંબંધિત રોગો, શ્વાસ,કફ, જુની શરદી,ઉઘરસ જેવા અનેક રોગોની નિશુલ્ક સારવાર આપવામાં આવી હતી. યોગ નિષ્ણાંત દ્વારા યોગ અને પ્રાણાયામ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.


આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી આરતીબેન પટેલ, ઝગડીયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રીનાબેન વસાવા, ઝગડીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ દેસાઈ, APMCના ડિરેક્ટર અશોકભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્યશ્રી, ઉમલ્લા ગામનાં સરપંચ શ્રી દશરથભાઈ, ઉપસરપંચશ્રી તેમજ જિલ્લા આયુર્વેદ શાખાના અધિકારી શ્રી વસંત પ્રજાપતિ, આયુષ મેળાની ટીમ અને આજુબાજુના ગામના લોકોએ આયુષ મેળામાં હાજર રહ્યા હતા.

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

#DNSNEWS


Share to

You may have missed