ઝગડીયા -11-02-2023
ભરૂચ જિલ્લામાં વોન્ટેડ અને પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી લેવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ, તેના અનુસંધાને જિલ્લા એલસીબી પીઆઇ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ એમ.એમ.રાઠોડ ટીમ સાથે ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરોજ તા.૧૧ મીના રોજ પેટ્રોલિંગમાં હતા ત્યારે તે દરમિયાન મળેલ બાતમીના આધારે ઝઘડિયા પોલીસ મથકમાં નંધાયેલ ચોરીના ગુના હેઠળ છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી કિશનભાઇ મહેન્દ્રભાઇ વસાવા
રહે.ગામ રંદેરી નવી વસાહત તા.ઝઘડિયા જિ.ભરૂચનાને રંદેરી ગામે બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી લીધો હતો. ત્યારબાદ આગળની કાર્યવાહી માટે સદર ઝડપાયેલ ઇસમને ઝઘડિયા પોલીસને સોંપ્યો હતો. સદર કામગીરી એલસીબી પીએસઆઇ એમ.એમ.રાઠોડ, અ.હે.કો.જયરાજભાઇ તેમજ અ.પો.કો.દિપકભાઇની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
#DNSNEWS
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.