તાલુકા પંચાયત ઉપ પ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, ધારાસભ્ય રીતેશ ભાઈ વસાવા અને ઈમ્તિયાઝ અલી સૈયદે પરિવારની મુલાકાત કરી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામે થોડા દિવસ પેહલા આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં આખેઆખું ઘર ભરીને ખાખ થઈ ગયું હતું, બનાવમાં 9 ઈસમો દાઝ્યા હતાં, ગંભીર રીતે દાઝીગયેલી એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું, ઘરમાં રહેલો ઘરવક્રીનો તમામ સામાન બળીને ખાખ થઈ જતા તેમજ નવ ઈસમો ગંભીર રીતે દાઝી જતા પરિવાર સહિત ગ્રામજનોમાં માતમ છવાયું હતું જે સંદર્ભે આજરોજ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા તેમજ ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ અને મુસ્લિમ આગેવાન ઈમ્તિયાઝ અલી સૈયદે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને ધારાસભ્યએ પીડિત પરિવારને જેટલી બને એટલી સહાય આપવાની ખાતરી આપી હતી.
રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
#DNSNEWS
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.