November 21, 2024

જુનાગઢ માં મહાવીર કુરીયર સર્વીસના 2 પાર્સલ ખોવાય જ્યાં જૂનાગઢ પોલીસેશોધીને અરજદારને પરત કરતા પોલીસનો આભાર માન્યો

Share to



💫 *_મહાવીર કુરીયર સર્વીસ પ્રા. લી. ના ૨ પાર્સલ ખોવાય જતા, જૂનાગઢ પોલીસ દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાની મદદથી શોધી આપેલ._*

💫 _અરજદાર કાનજીભાઇ હરીશભાઇ ઓડેદરા મહાવીર કુરીયર સર્વીસનુ કામ કરતા હોય જેમાં કોઇના પાર્સલ એક જગ્યાએથી બીજી જગ્યાએ સમય મર્યાદામાં પહોચાડવાના હોય, જેમાં ઝાંઝરડા રોડ થી તમામ પાર્સલ એકઠા કરી પોતાની પાર્સલ ઓફીસ તળાવ દરવાજે આવવા માટે ઓટો રીક્ષામા આવેલ, જે દરમ્યાન તેમને માલુમ થયેલ કે તેમના ગ્રાહકના ૨ પાર્સલ ઓછા છે, *તેઓ ઉતાવળમાં ઓટો રીક્ષામાંથી પાર્સલ ઉતારતા સમયે ૨ પાર્સલ ઓટો રીક્ષામાં જ ભુલી ગયેલ,* જેથી તેઓ ચીંતામાં પડી ગયેલ હતા, પાર્સલની કીંમત ૧,૫૦૦/- રૂ. જેટલી હોય *પરંતુ તેનાથી પણ વધુ તેમના પાર્સલ સર્વીસની આબરૂની ચીંતા હતી કે કોઇ ગ્રાહક તેમના પાર્સલ સર્વીસ માં પાર્સલ મોકલાવશે કે કેમ?* આ બાબતની જાણ જૂનાગઢ નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

💫 _જૂનાગઢ રેન્જના *આઈજી શ્રી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

💫 _જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, કીંજલબેન કાનગડ, હાર્દીકસીંહ સીસોદીયા, શહેર ટ્રાફીક શાખાના એ.એસ.આઇ. ધ્રુવ પુંજાભાઇ ખાંભલા, ટી.આર.બી. અનીલ કાનજીભાઇ ચુડાસમાં સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ઓટો રીક્ષા જે સ્થળેથી પસાર થયેલ તે સ્થળના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV* ફૂટેજ ચેક કરી તે ઓટો રીક્ષા શોધી કાઢેલ હતી,

💫 _ઓટો રીક્ષા ચાલકને શોધી પૂછપરછ કરતા તેમણે સ્વીકારેલ કે તેમની પાસે ૨ પાર્સલ છે, *જેથી નેત્રમ શાખાના પોલીસ દ્રારા તાત્કાલીક રૂ. ૧,૫૦૦/- ના કીંમતના ૨ પાર્સલ પરત અપાવવા માટે તેમજ તેમના કુરીયરની આબરૂ સાચવી અને કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને કરણભાઇ ઓડેદરા દ્રારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો…._*

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed