October 18, 2024

ઝગડીયા ના ઉમલ્લા પોલીસ મથકની હદમાં ટીઆરબી જવાન 500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો..

Share to

ઉમલ્લા પોલીસ મથકનો ટીઆરબી જવાન જયદિપસિંહ સરદારસિંહ રણા,₹500 ની લાંચ લેતા ભરૂચ એન્ટીકરપ્શનના સકંજામાં..

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકની હદમાં ફરજ નિભાવતો ટીઆરબી જવાન રોડ ઉપર પેસેન્જર વાહનો દોડાવવા માટે રૂપિયા 500ની લાંચ લેતા ઝડપાઈ ગયો અને લાંચની રકમ ચાની કેબીન, ઉમલ્લા ચોકડી નજીક, સ્વીકારતા ભરૂચ એન્ટીકરપ્શનના સકંજામાં ટીઆરબી જવાન આવી ગયો હતો


તપાસ અધિકારી પાસેથી મળતી માહિતી અનુસાર ફરીયાદી પોતાની મહિન્દ્રા આલ્ફા ડીલક્ષ રીક્ષા ઉમલ્લાથી પાણેથા રૂટ ઉપર પેસેન્જર વાહન તરીકે ફેરવતા હોય. તેમજ આ આકામના ફરીયાદીને ઉમલ્લા રૂટમાં વાહન ચલાવવા દેવા તેમજ હેરાન ન કરવા માટે માસીક હપ્તા પેટે રૂા.500/-ની લાંચની માંગણી કરેલ, જે લાંચની રકમ ફરીયાદી આરોપી ટીઆરબી જવાનને આપવા માંગતા ન હોય, જેથી ફરીયાદીએ એ.સી.બી. પો.સ્ટે. ભરૂચ ખાતે ફરીયાદ કરતા, જે ફરીયાદ આઘારે લાંચના છટકું ગોઠવી, આરોપીએ ફરીયાદી પાસેથી ચાની કેબીન પાસે રૂા.500/- ની લાંચની માંગણી કરી, લાંચની રકમ સ્વીકારી, એન્ટી કરપ્શનના છટકામાં ઝડપાઈ ગયો જેના કારણે ટીઆરબી જવાની એન્ટીકરપ્સન એક્ટ ના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

#DNSNEWS


Share to

You may have missed