Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ભરૂચ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રી ઉપસ્થિતિમાં પ્રિસાઇડીંગ-આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ અને પોલિંગ ઓફિસરોના દ્વિ-દિવસીય તાલીમ વર્ગનો પ્રારંભ

Share to


*ભરૂચ જિલ્લાના અલગ – અલગ સ્થળોએ યોજાયેલા તાલીમ વર્ગમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન થકી થીયરીની સાથોસાથ પ્રત્યક્ષ-પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા અપાયેલું વિસ્તૃત માર્ગદર્શન*
———-
ભરૂચ : શનિવાર ૧૧ નવેમ્બર ૨૦૨૨ :– ભરૂચ જિલ્લામાં આગામી તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે કરાયેલા તબક્કાવાર તાલીમી આયોજનના ભાગરૂપે ૧૫૩- ભરૂચ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી યુ. એન. જાડેજા રાહબરી હેઠળ એસ. વી એમ. આઈ. ટી કૉલેજ ભરૂચ, ખાતે યોજાયેલા દ્વિ-દિવસીય તાલીમનો શનિવારથી પ્રારંભ કરાયો હતો.
અંકલેશ્વર ખાતે પ્રાંત અધિકારી શ્રી એન. એચ.પટેલ, મામલતદાર શ્રી , વાલિયા શ્રોફ ફાઉન્ડ઼ેશન સંચાલિત પોલિટેકિક કોલેજ ખાતે ડી. એસ.બારીયા, મામલતદાર શ્રી અને ભરૂચ ગર્વમેન્ટ પોલીટેકનિક કૉલેજ ખાતે પ્રાંત અધિકારી શ્રી અને મામલતદાર શ્રી ની આગેવાનીમાં જિલ્લામાં અલગ – અલગ સ્થળો પર જુદા જુદા વર્ગખંડમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી અને સમજની સાથો સાથ ચૂંટણીલક્ષી કામગીરી સબબ પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું.

પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર તેમજ ઝોનલ ઓફિસર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ માટે યોજાયેલા આ તાલીમ વર્ગમાં સુપરવાઇઝરી કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે ઝોનલ ઓફિસરને જરૂરી કાળજી રાખવાની બાબતો ઉપરાંત મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજીસ્ટરમાં તેની નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ EVM મશીન VVPAT સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પડાયું હતું.
પ્રાંત અધિકારીશ્રી યુ. એન. જાડેજા રાહબરી હેઠળ એસ. વી એમ. આઈ. ટી કૉલેજ ભરૂચ ખાતેના સંવાદમાં ભરૂચ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રી અને માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અંતર્ગત ભરૂચ વિધાનસભાની ચૂંટણી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓની તાલીમ આજથી બે દિવસ માટે એસ. વી એમ. આઈ. ટી કૉલેજ ભરૂચ તેમજ બીજા સ્થળો ઉપર રાખવામાં આવી છે. જેમાં આજે પ્રથમ સત્રમાં પ્રિસાઈડિંગ ઓફિસરની તાલીમ છે, બપોર બાદ પોલિંગ ઓફિસરને તાલીમ અપાશે. વિધાનસભા મત વિસ્તારમાં જે કોઈ સરકારી કર્મચારીઓ છે અને ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થવાના છે તે તમામને તાલીમ અપાઈ રહી છે. આ બેઝિક તાલીમ છે, જેમાં તેમણે મતદાન મથકે શું કરવાનું છે ? કયા પ્રકારના ફોર્મ ભરવાના છે ? અને EVMને કેવી રીતે સીલીંગ કરવાનું છે. બુથમાં આખો દિવસ EVM સાથે કઈ રીતે કામગીરી કરવાની છે તેની સમજ આપવામાં આવી રહી છે. જેથી ચૂંટણી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓનો આત્મવિશ્વાસ વધે અને જિલ્લાની બંને બેઠકોની વિધાનસભાની સામાન્ય ચૂંટણી સરળતાથી અને સારી રીતે પાર પાડી શકાય. તેના માટેની તમામ પ્રકારની તાલીમ માસ્ટર ટ્રેનરો દ્વારા અપાઈ રહી છે તેમ તેઓશ્રીએ વધુમાં ઉમેર્યું હતું


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top