ઝઘડિયા વિધાનસભા મા કોંગ્રેસ ફતેસિંહ વસાવાને ઉમેદવાર તરીકે મેદાનમા ઉતારશે…

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ઝઘડિયા વિધાનસભા મા કોગ્રેસ ફતેસિંહ વસાવાને ઉમેદવાર તરીકે મેદાનમા ઉતારશે…

ગુજરાત કોંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસે 46 સભ્યોની બીજી યાદીમાં પ્રથમ તબક્કાના બાકી રહેલ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદીમાં 43 ઉમેદવારો જાહેર કર્યા હતા જ્યારે બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર કરતાં કુલ ઉમેદવારોની સંખ્યા 89 થઈ છે.

જેમાં કોંગ્રેસ દ્વારા ઝઘડિયા વિધાન સભાના ઉમેદવાર તરીકે ફતેસિંહ વસાવા ની નિયુક્તિ કરી છે ફતેસિંહ વસાવા કોગ્રેસના હાલના ઝઘડિયા તાલુકા પ્રમુખ ની જવાબદારી નિભાવી રહ્યા છે.કોગ્રેસ દ્વારા ઝઘડિયા વિધાન સભાના ઉમેદવાર તરીકે તેઓ ની નિયુક્તિ થતા તેઓ ના સમર્થકો મા આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.તો બીજી બાજુ ઝઘડિયા વિધાન સભામાં કોગ્રેસ ,ભાજપ આમઆદમી પાર્ટી અને બિટીપી વચ્ચે આમ ચતુસ્કોણીયો જંગ જામશે …

#DNSNEWS


Share to