જૂનાગઢ માં વીજ વિભાગમાં લાંબી સેવાબાદ નિવૃત્ત થયેલા વીજકર્મી જગદીશ ચાવડાએ પોતાના કલાના સથવારે મંદિરને સુશોભિત કર્યું
જુનાગઢ તા.22,જુનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર આવેલી રણછોડ નગર સોસાયટીના અત્મેશ્વર મંદિરમાં દિવાળીના તહેવારો દરમિયાન ભાવિકો ભોળાનાથ મહાદેવ અને ઈશ્વરના વિવિધ નિરૂપણોની ભક્તિ ભાવથી પૂજા અર્ચના કરતા હોય છે, આ મંદિર પરિસરમાં સ્થાનિક નગરસેવકોની સહાયથી વૃદ્ધો, બહેનો, બાળકો, ભાવિકો માટે બેસવા માટે સારી વ્યવસ્થા કરી આપવામાં આવેલી છે, અશ્વિન વઘાસિયા નાં સહકારથી મંદિરને વીજ વ્યવસ્થા કરી છે સુશોભિત કરેલ છે, રણછોડ નગરના યુવાનો આ મંદિરની અંદર વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સતત જોડાયા રહીને વિવિધ પર્વ તહેવારો આનંદ અને ઉત્સાહના માહોલ વચ્ચે ઉજવતા હોય છે, ત્યારે સુદામાપૂરી સોસાયટીમાં રહેતા જે.પી ચાવડા આતમેસ્વર મંદિરને વિવિધ રીતે સુશોભિત કરવા કલા કસબ થી શ્રી જગદીશ ચાવડાએ મંદિરની દીવાલોને વિવિધ કલાકૃતિઓથી પેઇન્ટિંગ કરી અને એક નવો ઓપ આપ્યો છે, ત્યારે દિવાળીનાં તહેવારોમાં દરેક પરિવાર જ્યારે આંગણે રંગોળી અને દિવડા પ્રગટાવી ને ઉત્સવ મનાવતા હોય ત્યારે મંદિર કેમ બાકાત રહે તેવા ભાવ સાથે જગદીશ ચાવડાએ પોતાના ખર્ચે કલરો લાવી આ મંદિરના પ્રાંગણમાં ભાત ભાતના કલરોનો પ્રયોજન કરીને એક સુંદર મજાની રંગોળી બનાવી છે, ત્યારે આ મંદિરે આવતા ભાવિકો રંગોળી જોઈને પછી ભગવાન ભોળાનાથ ના આશીર્વાદ લઇ જગદીશ ચાવડાને પોતાની કલા દ્રારા મંદિરના કાર્યમાં જે સમય અને પોતાની શક્તિનો ઉપયોગ કર્યો છે તેને બિરદાવે છે
મહેશ કથીરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ દૂરદર્શી ન્યુઝ
More Stories
*અબડાસા તાલુકાના નલિયા થી ૮ કિલોમીટર ની અંતરે આવેલ મુઠીયાર ગામે શ્રી નીલકંઠ મહાદેવ ની જલાધારી તેમજ રુદ્રી અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.*
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા