September 7, 2024

ઝઘડીયા તાલુકાના સારસા ગામે દિપડાએ વાછરડીનું મારણ કરતા ગ્રામજનોમાં ભય ફેલાયો

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

શિકાર માટે દિપડો રોજ ગામમાં આવતો હોવાનું ગ્રામજનો નુ માનવું…ઝગડીયા તાલુકાના અનેક વિસ્તારોમાં દીપડા મોટા પ્રમાણ માં વસવાટ હોવાથી આમ જનતા ને પણ ખતરો ઉભો થયો…

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે માછી ફળિયામાં એક દિપડા દ્વારા ગાયની તાજી જન્મેલી વાછરડીનું મારણ કરાતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. મળતી વિગતો મુજબ સારસા ગામે માછી ફળિયામાં ગઇકાલની રાત્રી દરમિયાન મહેશભાઇ શનુભાઇ કપ્તાનના વાડામાં એક દિપડો આવી ચઢ્યો હતો. આ દિપડાએ મહેશભાઇના વાડામાં બાંધેલ પશુઓ પૈકી ગાયની થોડા દિવસ પહેલા જન્મેલી એક વાછરડી પર હુમલો કરી તેને શિકાર બનાવી હતી. આ દરમિયાન વાડામાં અવાજ થતાં મહેશભાઇ ઘરનો પાછળનો દરવાજો ખોલી બહાર આવ્યા ત્યારે વાડામાં દિપડો જણાયો હતો. દરવાજો ખુલતા દિપડો ત્યાંથી ભાગી છુટ્યો હતો.

આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ આજે રાત્રી દરમિયાન પણ ફળિયામાં દિપડાની હાજરી જોવા મળી હતી. સતત બે દિવસથી સારસા ગામે માનવ વસતિમાં દિપડાની હાજરી જોવા મળતા ગ્રામજનો ભયભીત બન્યા છે, અને દિપડો જ્યાં આંટાફેરા મારતો જોવા મળ્યો છે તેવા સ્થળે વનવિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગામમાં ખેડૂતો અને પશુપાલકો દ્વારા તેમના પશુઓ મોટાભાગે ઘરની પાછળના વાડામાં બાંધવામાં આવતા હોય છે. ત્યારે સતત બે દિવસથી ગામમાં દિપડાની હાજરી જણાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે… વાત કરવામાં આવે તો ત્રણેક વર્ષ અગાઉ પણ ખેડૂત મહેશભાઇ કપ્તાનનો પુત્ર કિરણ ખેતરે ઢોર લઇને જતો હતો ત્યારે તેની પર દિપડાએ પાછળથી હુમલો કર્યો હતો, જોકે દિપડાના આ હુમલામાં કિરણનો આબાદ બચાવ થયો હતો. ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોની સીમમાં શેરડીના ખેતરો દિપડાઓ માટે આશ્રયસ્થાન મનાય છે. ઘણીવાર દિપડાઓ દ્વારા માનવ વસતિમાં આવીને પાલતુ પશુઓના મારણ કરાતા હોય છે. લાંબા સમયથી ઝઘડિયા તાલુકામાં દિપડાની વસતિ જોવા મળે છે.

#દૂરદર્શી ન્યૂઝ / DNSNEWS


Share to

You may have missed