September 7, 2024

૧૨ જાતિઓને અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવાની જાહેરાત તાત્કાલિક રદ કરવા ઝગડીયા ના આદિવાસી સમુદાય દ્વારા મુખ્યમંત્રી ને સંબોધી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના આદિવાસી સમુદાય દ્વારા ઝઘડિયા મામલતદાર મારફતે મુખ્યમંત્રી ને આવેદનપત્ર પાઠવ્યું છે.

ઝઘડિયા ખાતે આજરોજ આદિવાસી સમુદાયના એક જૂથ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ગેર બંધારણીય રીતે ૧૨ જાતિઓને અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવાની જાહેરાત અને તાત્કાલિક રદ કરવા મુખ્યમંત્રી ને રજૂઆત કરી હતી આ આવેદનપત્રમાં નોટિફિકેશનનું ઉલ્લંઘન કરીને કેન્દ્ર સરકાર દ્વારા ગેરબંધારણીય રીતે તા. ૧૪.૯.૨૨ ના રોજ ૧૨ જાતિઓને અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવાની જાહેરાત કરવી છે તે તાત્કાલિક રદ કરો, નિયામક આદિજાતિનો તા.૧૫.૬૨૨ નો ગેરબંધારણીય પત્ર રદ કરો, રબારી ભરવાડ અને ચારણ જાતિને બક્ષીપંચમાં સમાવેશ કરો,તમામ ક્ષેત્રે આદિવાસીના ખોટા જાતિ પ્રમાણપત્રો રદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સહીત ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ નો તા.૪.૮.૨૨ નો ગેરબંધારણીય પરિપત્ર તાત્કાલિક રદ કરવા રજૂઆત કરી હતી..


આ ઉપરાંત બીજા પાચ મુદ્દાઓ આવેદનપત્રમાં જણાવી તેમની માંગણીઓ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને તેમને ન્યાય આપવામાં આવે તેવી અપીલ કરી હતી.
જો યોગ્ય સમયસર તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ થઈ પડશે જેની તમામ પ્રકારની જવાબદારી આપની રહેશે તેવી નોંધ લેવા જણાવ્યું હતું….

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed