September 7, 2024

આમઆદમી પાર્ટી કોંગ્રેસનો દાવ કરે એ પહેલા કોંગ્રેસે AAPનો ખેલ પાડી દીધો AAP અને BTP નું ગઠબંધન તૂટ્યું…

Share to

AAP અને BTP વચ્ચે ગઠબંધન ટૂંક સમયમાં જ તૂટી ગયું. જેના લીધે ભરૂચ અને નર્મદાની બે મહત્વની બેઠકો પર તેની અસર થશે…

રિપોર્ટ / સતીશ વસાવા ઝગડીયા

થોડા મહિના પેહલા જ ગુજરાતના સ્થાપના દિવસ તારીખ 1 મેની વાત કરીએ તો આ જ વર્ષે આ તારીખે ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધન થયું હતું. ભરૂચના જિલ્લા ના ચંદેરીયાના વ્હાઇટ હાઉસ ખાતે BTPનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન પહેલા અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે મહત્વની બેઠક કરવામાં આવી હતી. જેમાં છોટુ વસાવાએ કહ્યું હતું કે, “રાજકારણમાં નવા ઉદયની શરૂઆત થઇ છે”. અગાઉ જેમની સાથે ગઠબંધન કર્યું તેમણે કામ ન કર્યું. ગરીબોનું કલ્યાણ થાય તે જ અમારુ લક્ષ્ય. જો કે આ શબ્દો એટલી જ વારમાં ફિક્કા પડી ગયા અને AAP અને BTP વચ્ચે ગઠબંધન ટૂંક સમયમાં જ તૂટી ગયું. જેના લીધે ભરૂચ અને નર્મદાની બે મહત્વની બેઠકો પર તેની અસર થશે.

મળતી વિગતો મુજબ વાત  ચૂંટણી પહેલા ગુજરાતમાં વધુ એક રાજકીય ભૂકંપ આવ્યો છે. AAP કોંગ્રેસનો દાવ કરે એ પહેલા કોંગ્રેસે AAPનો ખેલ પાડી દીધો છે. કેજરીવાલના પ્રવાસના દિવસે જ AAPમાં રાજકીય ભૂકંપ સર્જીને દાવ રમી લીધો. હવે સમાચાર મળી રહ્યા છે કે AAP અને BTP વચ્ચે ગઠબંધન ટૂંક સમયમાં જ તૂટી ગયું. જેના લીધે ભરૂચ અને નર્મદાની બે મહત્વની બેઠકો પર તેની અસર થશે એ વાત પાક્કી છે. સાથે જ વાત કરીએ તો આ ગઠબંધન તૂટવા પાછળના જવાબદાર કારણોમાં AAPના નેતા મનમાની કરતા હોવાની વાત સામે આવી છે. આ અંગે છોટુ વસાવાનું કહેવું છે કે, ‘ટોપીવાળા AAPના લોકો દેખાતા નથી.’ AAPના નેતાઓ BTP નું કહેલું ન માનતા ગઠબંધન તૂટ્યું. આથી, BTP હવે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે.

મહત્વનું છે કે,BTP ના આદિવાસી નેતા છોટુ વસાવા અને કોંગ્રેસમાં રાષ્ટ્રીય નેતા પવન ખેરા વચ્ચે બારણે મહત્વની બેઠક થઇ હતી. થોડા દિવસ અગાઉ જ પવન ખેડા જગડીયા આવીને છોટુ વસાવા સાથે બેઠક કરી ગયા હતા. ત્યારે ગુજરાતના નેતાઓની જાણ બહાર જ આ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું..આથી હવે કહી શકાય કે,ગુજરાત રાજ્યમાં એકવાર ફરી 2017ની ચૂંટણીનું પુનરાવર્તન થઇ શકે છે તેવા એંધાન લાગી રહ્યા છે..કારણ કે 2017માં આ બન્ને વચ્ચે ગઠબંધન હતું.

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed