November 21, 2024

કોંગ્રેસ દ્વારા સ્વૈચ્છિક બંધ ને ઝગડીયા તાલુકામાં માં મિશ્ર પ્રતિસાદ.”લોકમુખે ચર્ચા” અત્યાર સુધી ઝગડીયા તાલુકાના રોડ રસ્તા, વિકાસ અને ભ્રષ્ટચાર મુદ્દે કેમ ચુપ રહી કોંગ્રેસ?

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ઉમલ્લા,રાજપારડી,ઝગડીયા, સહિત ના વેપારી મથકના બજાર રાબેતા મુજબ ચાલુ રહ્યા..

સમગ્ર ગુજરાત માં કોંગ્રેસ ના સ્વયંભુ બંધ ના એલાન ને પગલે આજ સવારથી 8 વાગ્યાં થી 12 વાગ્યાં સુધી મોંઘવારી, બેરોજગારી સહિત ના મુદ્દા ને લઈ બંધ આપવામાં આવ્યું હતું પરંતું ઝગડીયા તાલુકામાં આજ સાવરથીજ નાની મોટી દુકાનો, લારી ગલ્લા,સહિત, શાકભાજી, ફ્રૂટ ની લારીઓ રોજ ની જેમ ખુલી રાખવામા આવી હતી જેમાં લોકો પણ ખરીદારી અને પોતાના કામકાજ અર્થે બહાર નીકળ્યા હતા..


તો લોકમુખે ચર્ચા પ્રમાણે વેપારીઓ અને લોકો દ્વારા કોંગ્રેસ ને સવાલ કર્યો હતો કે ” કોંગ્રેસે આ બન્ધ આપ્યું કેમ ?”
ઘણા સમય થી મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી હોવા છતાં કેમ આટલા સમય સુધી કોંગ્રેસ અને તેઓ ના કાર્યકરો ચૂપ બેઠા હતા અને હવે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તેમને કેમ બંધ નું એલાન કર્યું તેમ લોક મુખે ચર્ચાયું હતું.. તો બીજી તરફ ઝગડીયા તાલુકામાં કેટલા સમય થી રોડ, રસ્તા, સરકારી ગ્રાન્ટો માં થતા ભ્રસ્ટાચાર જેવા મુદ્દા ને લઈ કોઈ દિવસ કોંગ્રેસે ઝગડીયા ના આ મુદ્દા માટે અવાજ નથી ઉઠાવ્યો તો હમણાં કેમ બન્ધ આપી રહી છે..

અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા તાલુકો સમગ્ર ગુજરાત ની રાજનીતિ માં એક મહત્વ નું સ્થાન ધરાવતો તાલુકો છે જેને લોકો દ્વારા એક એપિ સેન્ટર ગણવામાં આવે છે અને રાજકારણ ને લઈ ઝગડીયા તાલુકો હમેશા ચર્ચા માં રહેતો આવ્યો છે ત્યારે સ્વભાવિક છે કે અહીંના લોકો રાજકારણીઓ પાસે શુ અપેક્ષા રાખે છે અને તે પણ કયો પક્ષ અને કયો નેતા તેઓ ની અપેક્ષાઓ સારી રીતે પુરી કરશે તે પણ મહત્વનું હોઈ છે ત્યારે આજરોજ કોંગ્રેસ દ્વારા આપેલ બન્ધ ના એલાન ને મિશ્ર પ્રતિસાદ કહી શકાયજેના થી ઝગડીયા તાલુકાના અન્ય પક્ષ ને પણ ક્યાંક ને ક્યાંક એવાત નો તાક મળ્યો હશે કે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઝગડીયા ના મતદારો ઉપર કેટલા ખરા ઉતર્યા હશે ત્યારે આજરોજ બજારો ખુલ્લા રહેતા લોકો નો પ્રતિસાદ ના મળતા હાલ કોંગ્રેસ ઝગડીયા ની સીટ ઉપર દાવેદાર ” છે કે નહીં ” તે ઝગડીયા તાલુકાની જનતા ક્યાંક ને ક્યાંક જવાબ આપી રહી હોઈ તેમ હાલ લાગી રહ્યું છે…

#દૂરદર્શી ન્યૂઝ #સતીશ વસાવા


Share to

You may have missed