November 21, 2024

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકાના સેઘવા સિમરી થી વાઘવા સુઘી ના રસ્તા ની પોહળાઈ વધારવા લોક માંગ

Share to

#DNS NEWS / છોટાઉદેપુર

બોડેલી તાલુકાના સિમરી થી વાધવા વચ્ચે અવાર નવાર થતા અકસ્માતો જોવા મળી રહ્યા છે ત્યારે બોડેલી જાંબુઘોડા થી જેતપુર પાવીને જોડતો મુખ્ય માર્ગ સેગવા સીમડી થી વાગવા સુધીનો ત્રણ કિમી નો માર્ગ અત્યંત સાંકડો હોય આ માર્ગ ઉપર અવારનવાર અકસ્માતો સર્જાય છે જેને લઇ વાઘવા તેમજ આસપાસના આઠથી દસ ગામોના રહીશો ને આ રોડ ઉપરથી અવર-જવર કરતા અનેકવાર અકસ્માત સર્જાય છે જેમાં કેટલાક લોકો એ જીવ ગુમાવ્યો છે તો કેટલાકને મહિનાઓ સુધી હોસ્પિટલમાં રહેવાનો વારો આવ્યો છે જાંબુઘોડા થી પાવીજેતપુર ને જોડતા આ માર્ગ ઉપર સેંકડો ગામો ના વાહન ચાલકો અહીંથી નિત્યક્રમ પ્રમાણે રોજેરોજ અવરજવર કરતા હોય છે કારણ કે જાંબુઘોડા થી જેતપુર પાવી જવાના અનેક માર્ગો છે પરંતુ બીજા માર્ગ કરતાં આ માર્ગ નું ડિસ્ટન્સ અડધું છે

માત્ર 16 કિલોમીટરના અંતરમાં આ માર્ગે જેતપુર પાવી પહોંચી જવાય છે અન્ય કોઈપણ માર્ગ પરથી જેતપુરપાવી જાવ તો 30 km જેટલું અંતર કાપવાનો વારો આવે છે જાંબુઘોડા વિસ્તાર માં થી જેતપુર પાવી જતા અને મધ્યપ્રદેશ છોટાઉદેપુર વગેરે વિસ્તારમાંથી પાવાગઢ દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ માટે પણ આ રૂટ આશીર્વાદરૂપ છે અને આ માર્ગ ઉપરથી 24 કલાક વાહન ચાલકો અવર-જવર કરે છે જેથી આ માર્ગને તાકીદે પહોળો કરવામાં આવે તેવી લોકમાંગ ઉદભવી છે જેથી લાગતા વળગતા તંત્ર દ્વારા આ અંગે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવે તે અત્યંત જરૂરી બની ગયું છે..

રિપોર્ટર / ઈમરાન મન્સૂરી,બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed