November 21, 2024

રાજશ્રી પોલિફીલ કંપની આયોજિત ઝઘડીયા સેવા રૂરલ હોસ્પિટલ ના સહયોગ થી આમલેથા પ્રાથમિક શાળા ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો..

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ઝગડીયા સેવા રૂરલ હોસ્પિટલ ના સહયોગ થી રાજશ્રી પોલીફીલ કંપની આયોજિત આમલેથા પ્રાથમિક શાળા મા નેત્ર નિદાન શબિર કેમ્પ યોજાયો હતો જેમાં આમલેથા પ્રાથમિક શાળા ખાતે મફત નેત્ર નિદાન સિબિર નું આયોજન સેવા રૂરલ હોસ્પિટલ ઝઘડીયા ના સહયોગ થી કરવામાં આવ્યું હતું જેમાં આમલેથા,

વિરપોર,તરોપા,કુમચગામ, જેવા ગામો ના દર્દીઓને થતી આંખો ની સમસ્યા અંગે આ કેમ્પ માં આવી નિદાન નો લાભ લીધો હતો આ કેમ્પમાં સેવા રૂરલ ઝઘડીયા હોસ્પીટલ ના અનુભવી ડોક્ટર ની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી, કેમ્પમાં ચેકઅપ માટે આવનાર તમામ દર્દીઓને મફતમાં દવાઓ આપવામાં આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે ઉમલ્લા ની રાજશ્રી પોલિફિલ કંપની તરફથી આવા કેમ્પો કરી લોક સેવામા ભાગીદારી કરતી આવી છે..

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed