November 21, 2024
Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આવેલ જીઆઇડીસીની કેટલીક કંપનીઓમાંથી અવારનવાર વિવિધ મટિરીયલની ચોરી થતી હોવાની ઘટનાઓ બનતી હોય છે. આવી જ એક ઘટનામાં જીઆઇડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી મોટરસાયકલ પર ૩૦ કિલો જેટલી એસ.એસ.ની ફ્લેન્ચ ચોરી જતા કંપનીમાંજ કામ કરતા બે ઇસમોને સિક્યુરીટી ગાર્ડે ઝડપી લીધા હતા.

ગતરોજ તા.૩ જીના રોજ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા ચેતનભાઇ રામસીંગભાઇ વસાવા રહે.પડાલ તા.ઝઘડિયા અને કિશન સંજય વસાવા રહે.ફુલવાડી તા.ઝઘડિયાના સવારના છ વાગ્યાના અરસામાં કંપનીમાંથી ચોરેલ ૩૦ કિલો વજન જેટલી એસ.એસ.ની ફ્લેન્ચ જેની કિંમત રુ.૧૫૦૦૦ થાય છે, તે લઇને જઇ રહ્યા હતા ત્યારે કંપનીના સિક્યુરીટી સ્ટાફે કોર્ડન કરીને તેમને પકડી લીધા હતા. જીઆઇડીસીમાં થયેલ ચોરીની આ ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસે ઉપરોક્ત ચોરીના સામાન સાથે ઝડપાયેલા બંને ઇસમો સામે ગુનો નોંધી ચોરી કરેલ સામાન, મોબાઇલ નંગ ૨ તેમજ આ ગુનામાં વપરાયેલ મોટરસાયકલ મળી કુલ રુ.૧૩૬૫૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો. ઝઘડિયા જીઆઇડીસીમાં છાસવારે બનતી મારામારીની તેમજ નાનીમોટી ચોરીની ઘટનાઓને લઇને ચિંતા ફેલાવા પામી છે.

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed