November 20, 2024
Share to

રાજપીપળામા ચંદન ચોર ટોળકી સક્રિય બની

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે ચંદન ચોર ટોળકી સક્રિય બની હતી.જેમાં રાજપીપળા માંથી બે ઠેકાણેથી ચંદનના વૃક્ષો મોડી રાત્રે કાપી જવાની ઘટનાએ ચકચાર મચાવી છે.
તેમાં રાજપીપળા કરજણ કોલોની ખાતે આવે ચંદ્રમૌલેશ્વર મંદિરના કમ્પાઉન્ડમાંથી 25 વર્ષ જુના ચંદનના ઝાડને કાપી નાખવામાં આવ્યુ છે.જ્યારે એમઆર વિદ્યાલયના પ્રિન્સિપાલ ધર્મેન્દ્ર રાઠોડના નિવાસ્થાને શાસ્ત્રીનગરમાંથી પણ કમ્પાઉન્ડમાં વાવેલું ચંદનનું ઝાડ કાપવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા કરજણ કોલોની ખાતે આવેલ ચંદ્ર મૌલેશ્વર મહાદેવના મંદિરના કમ્પાઉન્ડમાં જ 25 વર્ષ પુરાણા ચંદનના ઝાડને તસ્કરોએ ચંદનનું ઝાડ કાપી નાખ્યું હતું. જેમાંથી વચ્ચેનો 10 ફૂટ નો ચંદનનો ગબ્બો કાપીને બાકીના ડાળખા રહેવા દીધી છે. એ જ પ્રમાણે બીજે ઠેકાણે 21 વર્ષ જૂનું ચંદનનું ઝાડ જેનો ઘેરાવો સાતથી આઠ ફૂટનો છે જે 15 વર્ષ જૂનું ઝાડ છે. તેને પણ વચ્ચેથી સાત ફૂટનો ગબ્બોકાપીને તસ્કરો લઈ ગયા છે.
આજે બજારમાં ચંદનની ભારે માંગ હોવાથી ચંદનની તસ્કરી વધીછે. રાજપીપળામાં ચંદનના ઝાડો ક્યાં ક્યાં આવેલા છે તેનો આ તસ્કર ટોળકીએ સર્વે કરી રાત્રે ચંદનના ઝાડને નિશાન બનાવ્યું હતું. ચંદનના ઝાડો કાપી જતા આજુબાજુના ભક્તો અને રહીશોમાં ભારે રોષ ની લાગણી જન્મી છે.


જોકે કરજણ કોલોનીમાં અને અન્ય સ્થળોમાં પણ સીસીટીવી કેમેરા ન હોવાને કારણે તસ્કરોને મોકળું મેદાનમળી ગયું છે. ત્યારે નર્મદા પોલીસ મહત્વના જાહેર સ્થળો, ધાર્મિક મંદિરો તેમજ શેરીઓના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાડે એવીલોકોની માંગ છે.

DNS NEWS
રાજપીપળા


Share to

You may have missed