September 7, 2024

નેત્રંગ :- નેત્રંગ સ્વામિનારાયણ મંદિર ખાતે સંત ઉમાકાન્તજી મહારાજ ભવ્ય સતસંગ નો કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો

Share to

નેત્રંગ :- નેત્રંગ સ્વામિનારાયણ મંદિર ખાતે સંત ઉમાકાન્તજી મહારાજ ભવ્ય સતસંગ નો કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો

નેત્રંગ સ્વામી નારાયણ હોલ ખાતે સતસંગ ઉજ્જૈન પિંગલેશ્વર આશ્રમ નાં ગાદી પતિ ગુરુ બાબા ઉમાકાન્તજી મહારાજ દ્વારા પ્રવચન આપવા માં આવ્યું હતું


ગત રોજ નેત્રંગ સ્વામિનારાયણ મંદિર ખાતે બાબા જય ગુરુદેવ નો ભવ્ય સતસંગ નો કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો જેમાં નેત્રંગ તેમજ આજુ બાજુ નાં ગામ ના ખૂબ મોટી સંખ્યા માં ગુરુ ભક્તો એ હાજરી આપી હતી, ગુરુ બાબા ઉમાકાન્તજી મહારાજના માનવ કલ્યાણ હિતમાં સંદેશ આપતા જણાવ્યું કે, સૌએ આધ્યાત્મિક અને ભજનાનંદી બની રહેવાની જરુરત છે, લોકોને પરમાત્મા ના રસ્તા ઉપર લઈ જવા માટે સમજણ આપી હતી વર્તમાન સમયમાં ખૂબ જ જરૂર છે. કારણ એ છે કે, ભવિષ્યમાં સમય ખુબજ ખરાબ સાબિત થનાર છે. અત્યાર સુધી જે બીમારીઓ,તકલીફો, આપણે જોઈ છે,લોકોને તડપી તડપીને, દુનિયા છોડીને જતા તમે જોયા છે. તેવી સ્થિતિ ભવિષ્યની આવનારી તકલીફોને પાછળ પાડી દેશે. યાદ રાખવું જોઈએ કે

“ બચેગા સાધ જન કોઈ, જો સત્ સે લૌ લગાયેગા “

દુનિયામાં જો શરાબ અને માસાહાર બંધ થઈ જાય તો ઘણી બધી તકલીફો દૂર થઈ શકે તેમ છે માસાહાર શરીરના લોહીને પ્રતિકૂળ અને દૂષિત કરી ને બુદ્ધિને પણ ભ્રષ્ટ કરે છે. જો માંસાહાર બંધ નહિ કરે તો એવી ભયંકર બીમારીઓ આવસે કે લોકો સાંજે બીમાર પડે અને સવારે મૃત્યુ પામશે, શરાબ તો અપરાધ અને ભ્રષ્ટાચારની જનની છે. સૌ કોઈએ પોતાના ધર્મ- કર્તવ્ય નું પાલન કરવું જોઈએ. દેશની સંપત્તિ આપણી જ સંપત્તિ છે. હડતાલ,તોડફોડ, આગ લગાડવી, ધરણા ધરવા, પ્રદર્શન કરવું વગેરે પ્રવૃત્તિઓ થી દૂર રહેવું જોઈએ.

DNS NEWS
નેત્રંગ


Share to

You may have missed