November 21, 2024

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કપાટ ગૃપ ગ્રામ પંચાયતમાં બે બોર મોટરના કામ કરી ત્રણના પૈસા ઉપાડી લીધાનો આક્ષેપ…

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ત્રણ બોરવેલના ૨,૯૭,૦૦૦ નું ચુકવણું કરી દેવામાં આવ્યું છે..

ઝગડીયા ના કપાટ ગ્રુપ ગ્રામ પંચાયતના ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટમાંથી બે મોટર બોલવેલ કપાટ ગામમાં અને એક મોટર બોરવેલ તેજપોર ગામે મંજૂર કરવામાં આવ્યો હતો.

કપાટ ગામે બીજો બોરવેલ નહીં કર્યો હોય તેવું ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ઝઘડિયા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર દ્વારા ઝઘડિયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને ઉપપ્રમુખ વિરુદ્ધ ડુપ્લિકેશન બીલો બનાવતા હોવાના આક્ષેપ બાદ ઝઘડિયા તાલુકામાં થયેલા વિકાસના કામોમાં ગોબાચારી સામે આવી રહી છે.

ઝઘડિયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામ પંચાયતમા તેજપોર ગામ આવે છે. ગ્રામ પંચાયત દ્વારા કપાટ ગામે બે મોટરબોરવેલ અને તેજપોર ગામે એક મોટર બોરવેલ નું કામ કરેલ હોય તેમ કહી ત્રણ બોરવેલના ૨,૯૭,૦૦૦ નું ચુકવણું કરી દેવામાં આવ્યું છે,પરંતુ કપાટ ગામના દાદુભાઇ ત્રિભોવનભાઈ વસાવા સહિતના ૯અરજદારોએ જિલ્લા કલેકટર, ડીડીઓ, ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત સદસ્યને લેખિતમાં ઉચાપત ફરિયાદ અરજી કરી હતી તેમાં જણાવ્યું હતું કે કપાટ ગ્રુપ ગ્રામ પંચાયતના ગામ કપાટ અને તેજપુર ખાતે ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ૧૫ માં નાણાપંચ ગ્રાન્ટમાંથી બોર મોટરના કામ કરવામાં આવેલ છે જેના ચુકવણા કપાટ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ છે. ઈ ગ્રામ સ્વરાજની સાઈટ ઉપર પી.એફ.એમ.એસ દ્વારા મારૂતિ બોરવેલ એજન્સીને કુલ ત્રણ બોરવેલ માટે બોરવેલ દીઠ ૯૯ હજાર રૂપિયા એટલે કે ૨,૯૭,૦૦૦ નું ચુકવણું કરવામાં આવેલું હોય તેવું ઇ ગ્રામ સ્વરાજની સાઈટ પર ઓનલાઇન પેમેન્ટ દર્શાવેલ છે, પરંતુ ફરિયાદીઓએ એવો આક્ષેપ કરેલ છે કે જે પેમેન્ટ થયેલ છે એ કામોમાંથી માત્ર બે બોરવેલ નું કામ એક કપાટ ગામે અને એક તેજપોર ગામે કરવામાં આવેલ છે, જેથી એક બોરવેલ કપાટ ગ્રુપ ગ્રામ પંચાયતની હદના ગામમાં કર્યા હોવાનું જણાતું નથી, જેથી આ બોરવેલના રૂપિયા ૯૯ હજાર ઉચાપત કરવામાં આવેલ હોય એવુંજણાય છે, જેથી ફરિયાદના આધારે તપાસ બેસાડી હકીકત બહાર લાવવા રજૂઆત કરવામાં આવી હતી. આ સંદર્ભમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા વિસ્તરણ અધિકારીને આવેલ ફરિયાદ બાબતે મુદ્દાસર જરૂરી નિયમ અનુસાર તપાસ હાથ ધરી સ્પષ્ટ અભિપ્રાય સહિતવિગતવાર અહેવાલ આધાર પુરાવા સહિત મુદ્દાસર તૈયારી કરી દિન સાતમાં રજૂ કરવા જણાવ્યું હતું, પરંતુ તાલુકા વિકાસ અધિકારીની સૂચના ના ૨૨ દિવસ બાદ પણ આ બાબતની કોઈ માહિતી અરજદારોને આપવામાં આવી નથી ત્યારે ઝઘડિયા તાલુકામાં વિકાસના કામોમાં થતી ગોબાચારીએ માઝા મૂકી હોય તેવું સ્પષ્ટ જણાય આવે છે.

કપાટ પંચાયત

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed