November 21, 2024

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકામાં રેલવે ગરનાળા માં પાણી ભરાતા લોકો ને હાલાકી…

Share to

રીપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જિલ્લા ના રાજપારડી,ગુમાનદેવ,અછાલિયા, સારસા જેવા અન્ય ગામો માં જવા માટે રેલવે દ્વારા બનાવેલ ગરનાળા માં પાણી ભરાઈ જવાના કારણે લોકો ને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે…

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો -9978868200

ગતરોજ રાત્રે પડેલ વરસાદ ના કારણે રેલવે ગરનાળા માં એક થી બે ફૂટ પાણી ભરાતા અંદર ના ગામ લોકો ને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે .. જેમાં ઝગડીયા ના કાલીયાપુરા મોવાડા, ઉંમરવા,નાવરા સહિત ના ગામો ના લોકો ને આજે સવારે વરસાદી પાણી ભરાઈ જતા સ્કૂલ કોલેજ જતા વિદ્યાર્થીઓ અને વાહનો લઈ કામકાજ અર્થે જતા વાહન ચાલકો ને મુશ્કેલી પડી હતી…

ત્યારે દર ચોમાસા દરમિયાન રેલવે ગરનાળામાં પાણી ભરાતા ઝગડીયા ના અનેક ગામો ના લોકો ને માલસામાન લઈ જતા સાધનો તથા ગ્રામીણો ને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે અનેક વાર આ ગરનાળા માં ચાલુ વરસાદ દરમિયાન વધુ પાણી ભરાઈ જવાનાં સન્જોગો માં અનેક કલાકો સુધી તેઓ એક સાઈડ ઉપર અટવાઈ જતા હોઈ છે તથા લોકો ના વાહનોમાં પાણી ભરાઈ જતા તેઓ ના વાહનો બંધ થઈ જતા હોઈ છે ઇમરજન્સી સેવા જેવી 108 એમ્બ્યુલન્સ પણ અનેક વખતે દર્દી પાસે પહોંચવામાં મોડું થઈ જતું હોઈ છે જેના થી દર્દી ને પણ હોસ્પિટલ માં દાખલ કરવામાં મોડું થતું હોઈ છે ત્યારે રેલવે વિભાગ દ્વારા ગરનાળા તો બનાવી દીધા પરંતુ વરસાદી પાણી નો યોગ્ય નિકાલ ના કરતા હાલ આ પાણી ગરનાળા માંજ ભરાઈ રહેતા આ સુવિધા લોકો માટે અભિશ્રાપ બની ગઈ હોઈ તેમ લાગી રહ્યું છે ત્યારે રેલવે વિભાગ આ બાબતે પાણી નો નિકાલ કરે તે જરૂરી બની ગયું છે..

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed