November 21, 2024

ઝઘડિયા જીઆઇડીસીમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ માં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સુપરવાઇઝર સહિત બે પર હુમલો

Share to

રીપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીમાં આરતી ઇન્સ્ટ્રીઝ માં કોન્ટ્રાક્ટ માં કામ કરતા સુપરવાઇઝર સહિત બે ઇસમો પર આઠ જેટલા અજાણ્યા ઇસમોએ દ્વારા હુમલો કરી જખ્મી કર્યા હોવાની ઘટના પ્રકાશ માં આવી છે…

આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મુળ બિહારનો રહીશ સુમન અનિલ ચૌધરી હાલ અન્ય પરપ્રાંતિય ઇસમોની સાથે ઝઘડિયા તાલુકાના દધેડા ગામે રહીને ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં મોહિત એન્ટરપ્રાઇઝ નામના કોનટ્રાકટ હેઠળ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે . ગત તા . ૧૬ મીના રોજ રાતની નોકરી હોવાથી સુમન તેના સાથી કામદાર વરેનિયમ રુપક સાથે સાયકલ લઇને રાતના સાડા દસેક વાગ્યે નોકરી પર જઇ રહ્યો હતો . તે દરમિયાન રસ્તામાં રોડ પર કેટલાક ઇસમો બેઠેલા હતા , તે પૈકી બે ઇસમો તેમની પાસે આવ્યા હતા અને આ લોકો પર લાકડીઓથી હુમલો કરીને મારવા લાગ્યા હતા . તેને લઇને સુમન અને તેનો સાથી ભાગવા જતા થોડે આગળ સાત આઠ માણસો ઉભેલા હતા તે પૈકીના એક ઇસમે રુપકને લાકડીનો સપાટો મારી દીધો હતો

. તેમજ સુમનને પણ કોઇ ઇસમે પાછળથી સપાટો માર્યો હતો . ત્યારબાદ આ બધા ઇસમોએ તેમની પર પાઇપ અને લાકડીઓથી હુમલો કર્યો હતો . આ હુમલામાં સુમનને માથામાં સપાટા મારતા હોઇ તેણે હાથ આડો ધરતા હાથ પર પાઇપ અને લાકડીથી હાથ પર માર માર્યો હતો . આ હુમલામાં તેની સાથેના વરેનિયમને પણ બન્ને હાથે તેમજ જમણા પગે ફેકચર થયું હતું . ઇજાગ્રસ્તોને અંકલેશ્વર ખાતે ખાનગી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા . આ સંદર્ભે સુમને લખાવેલ પોલીસ ફરિયાદમાં રાણીપુરાના જીગ્નેશ વસાવા સહિતના કેટલાક ઇસમોએ નોકરી વહેંચણી બાબતની રીશ રાખીને આ હુમલો કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી . જોકે ઝઘડિયા પોલીસે હાલતો સુમન ચૌધરીની ફરિયાદ મુજબ આઠ જેટલા અજાણ્યા ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી .

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed