November 21, 2024

BTP કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવાનું પોતાના વતન અને ડેડીયાપાડામાં કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

Share to





BTP ના કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવાને એક વર્ષ સુધી નર્મદા જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યા હતા. ત્યારે એમના દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરતા એમની રજુઆતોને ધ્યાને રાખીને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા હદપારના હુકમ પર સ્ટે ઓર્ડર આપતા BTP ના કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવા પોતાના વતન ફરતા દેડિયાપાડા ખાતે તથા એમના ગામ બોગજ ખાતે મોટી સંખ્યામાં સ્વયંભુ લોકો ઉમટી પડ્યા હતા. લોકો દ્વારા દેડીયાપાડા લીમડા ચોક પાસે ભેગા થઈ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાં આદિવાસી સમાજની પરંપરા મુજબ પુજાવિધિ કરી તમામ લોકો આદિવાસી નાચ ગાન સાથે યાહામોગી ચોક થઇ BTP કાર્યાલય પર પહોંચ્યા હતા. આવતાની સાથે જ ચૈતર વસાવા એ આવનાર વિધાનસભાની ચુંટણીને કારણે રાજકીય કિન્નાખોરી રાખી મને તડીપાર કરવામાં આવ્યા હતા તેવા આક્ષેપ કર્યા હતા.
ચૈતર વસાવાએ વરસાદથી થયેલી નુકશાનીનું સર્વે કરાવી તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા યોગ્ય વળતર ચુકવવામાં આવે એવી માંગણી પણ કરી હતી. યોગ્ય વળતર ચુકવવામાં ન આવે તો આવનાર સમયમાં તમામ સરકારી કાર્યક્રમોનો વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા ને ૧૪૯ – ડેડિયાપાડા બેઠકના BTP ના ધારાસભ્ય મહેશ વસાવા બાદ ના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.

રિપોર્ટ.. દિનેશ વસાવા. ડેડીયાપાડા.9909355809


Share to