પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એલ.ગળચર સાગબારા પો.સ્ટે તથા પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે ચોક્કસ બાતમીદારથી બાતમી મળેલ કે એક સફેદ કલરની ઇક્કો ગાડી નંબર GJ-02-BD-2008 માં મહારાષ્ટ્રમાંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ભરીને ગુજરાતમાં ધનશેરા ચેકપોસ્ટ થઇને જનાર છે જે બાતમી આધારે ઇકો ગાડીને રોકતા બાતમી મુજબની સફેદ કલરની ઇકો ગાડી નંબર GJ-02-BD- 0008 ના ચાલકે સામેથી પોલીસની ગાડી આવતી જોઇને પોતાની ઇકો ગાડી પાછી વાળવા જતા તેની ગાડી ધનશેરા ગામ પાસે આવેલ જંગલ ખાતાની નર્સરી પાસે પકડી પાડી ઇકો ગાડીના ચાલક રાજેશ રામજી વસાવા રહે.ઉંમરગોટ તા.ઉમરપાડા. જી.સુરત નાઓને પકડી પાડી ઇકો ગાડીમાંથી ગેરકાયદેસર વગર પાસ પરમીટે દેશી દારૂ સૌફ 90ML બોટલ નંગ-૬૦૦ નથા માસ્ટર બ્લેન્ડ સીલેકટ વ્હીસ્કીના ક્વાટરીયા નંગ-૪૮ તથા ઇમ્પેરીયલ બ્લ્યુ વ્હીસ્કીના કવાટરીયા નંગ-૪૮ તથા કીંગ કીંશર બીયર ટીન નંગ-૨૩,મળી કુલ નંગ-૭૧૭ કુલ દારૂ લીટર-૮૨.૪૨) કિંમત રૂ. ૨૯,૭૦૦ નો પ્રોહી મુદ્દામાલ તથા ઇક્કો ગાડીની કિ.રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ કિં.રૂ.૨,૨૯,૭૦૦ નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ આરોપી તથા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ પૂરો પાડનાર પરેશભાઇ અક્કલકવા નાઓ વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી પ્રોહી એકટ કલમ 65 એ ઇ, ૮૧, ૯૮(ર) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે.
રિપોર્ટ.. દિનેશ વસાવા. સાગબારા
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.