November 19, 2024

ઝગડીયા ના ધોલી ડેમની જળ સપાટી ૧૩૫.૨૦ મિટરે પહોચી,નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકોએ નદીના પટમાં અવર જવર નહીં કરવા સૂચના…

Share to

રીપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ઉપરવાસ માં વરસાદ વર્ષે તો ડેમ ઓવરફ્લો થવા ની સંભાવના..

ઉપરવાસમાં વરસાદના કારણે ઝઘડિયા તાલુકાના ધોલી ગામ નજીક આવેલ ધોલી ડેમની જળસપાટીમાં હાલમાં વધારો નોંધાઈ રહ્યો છે, ધોલી ડેમ ઓવરફ્લો થવાની જળ સપાટી ૧૩૬ મિટર છે જ્યારે હાલમાં આ ડેમ ૧૩૫.૨૦ મિટર ભરાઈ ગયો છે,એટલે કે ૯૦.૦૪ % ડેમ ભરાઇ જતા ઓવર ફ્લો થવાની શક્યતા સેવાઇ રહી છે..

જેથી નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા માટે સુચના આપવામાં આવી છે, ધોલી ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ હાલ ધોલી ડેમમાં ૫૮૮.૫૬ ક્યુસેક પાણીની આવક થઈ છે જેથી ઝગડીયા ના ધોલી ડેમ માંથી નીકળતી મધુમતી નદી ના કાંઠે વસતા ગામો,ધોલી, રઝલવાડા , ભીલવાડા, કાંટોલ, મોટા સોરવા, કપાટ, તેજપુર, હરિપુરા, રાજપારડી, સારસા, વણાકપોર, જરસાડ, રાજપુરા વગેરે ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે, અવિરત વરસાદના કારણે ખાડીમાં પૂરની સ્થિતિ પણ સર્જાવાની સંભાવના રહેલી છે ત્યારે ખાડીના કિનારે આવેલ ગામના લોકોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે..

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed