November 21, 2024

મોહસિને આઝમ મિશન દ્વારા બોડેલી ના અસરગ્રસ્ત વિસ્તાર માં ત્રણ દિવસ માં 300 કીટો નું વિતરણ કરાયુ….

Share to



બોડેલી પંથકમાં પડેલા ધોધમાર વરસાદ ને કારણે નિચાણવાળા વિસ્તારો મા પાણી ભરાઇ ગયા હતા ખાસ કરીને ભરાતા અહીના રજાનગર, વર્ધમાન નગર, દિવાનફળીયા, વિસ્તાર મા પાણી ભરાઇ જતા લોકો ની અનાજ,કપડા સહિત ની ઘરવખરી તણાઇ ગઇ છે ત્યારે સ્થાનિકો, તેમજ વહીવટી તંત્ર સાથે ધાર્મિક સંસ્થાઓ મદદે આવી છે ત્યારે તમામ લોકો નાત જાત ના ભેદભાવ વગર અસરગ્રસ્તોને સહાય આપવામા આવી રહી છે

મોહસિને આઝમ મિશનના ડિઝાસ્ટર રિલીફ ડિપાર્ટમેન્ટ અસકરી રિલીફ ફાઉન્ડેશન તેના સ્થાપક હુઝુર ફાઝીલે બગદાદ સૈયદ હસન અસકરી અશરફ ના માર્ગદર્શન હેઠળ માનવતા ને પ્રાથમિકતા આપી તમામ કૌમો વતન ની ખિદમત કરી રહી બોડેલી તેમજ તેના આજુબાજુનો વિસ્તાર અસરગ્રસ્ત બન્યો છે ત્યાં કોઈપણ પ્રકારના નાત-જાત ધર્મનો ભેદભાવ રાખ્યા વગર ફક્ત માનવતાને પ્રાથમિકતા આપી મદદ કરવામાં આવી હતી અને મોહસીને આજમ દ્વારા ત્રણ દિવસ મા 300 જેટલી કીટો અસરગ્રસ્તોને આપી માનવતા મહેકાવી હતી….


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to