ચીકદા ગામે આવેલી કણવી નદીમાં તા. 8 જુલાઈના રોજ તડવી જસવંત કમજી સાજે ખેતરથી ઘરે આવતી વખતે નદી પાર કરતાં પાણીનો પ્રવાહ વધી જવાથી ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઇ જવાથી મૃત્યુ પામ્યા હતા. એમના વારસદાર તેમના વિધવા પત્ની તડવી હંસાબેનને સરકાર તરફથી ચાર લાખ રૂપિયાનો ચેક આપવા આવ્યો. આ પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, ચિકદા જિલ્લા પંચાયતના સદસ્ય ખાનસીગભાઈ, ચિકદા તાલુકા પંચાયતના સદસ્ય લીલાબેન અમરસિંહ, પ્રતાપભાઈ, રણજીતભાઇ ટેલર, તાલુકા વિકાસ અધિકારી કે. એ.વસાવા, ચિકદા ગ્રામ પંચાયતના સરપંચ લતાબેન વસાવા, ગામના આગેવાન વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ. દિનેશ વસાવા. ડેડીયાપાડા
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો