November 21, 2024

ઝગડીયા તાલુકાના ઉમલ્લા ખાતે ખાણ ખનીજ વિભાગ ના અધિકારીઓ આવતા રેતી ભરી ને આવતા વાહણો ગાયબ… તો શુ રેત માફિયા ને એની જાણ પેહલાથીજ થઈ જાય છે…? કે પછી અત્યારે 4G ના સમય માં શુ રેત માફિયા તંત્ર કરતા પણ વધુ ફાસ્ટ 5G નેટવર્ક ધરાવે છે?

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

કેટલાય દિવસો થી બેફામ રીતે ઝગડીયા તાલુકાના ઇન્દોર પાણેથા તરફ થી ચાલતા ઓવરલોડ રેતી ભરેલ હાયવા ટ્રક ઉમલ્લા તેમજ દુમાલા વાઘપુરા બજાર માં આવતા ગ્રાહકો સહીત અન્ય નાગરિકો અને વેપરીઓ માટે માથાનો દુખાવો સમાન બની બેઠા છે ત્યારે આજે એક વાગ્યાં ના સમય દરમિયાન ખાણ ખનીજ વિભાગ ની ગાડી આવતા પહેલાજ પાણેથા થી ઉમલ્લા સુધી જાણે કોઈ કર્ફ્યુ હોઈ તેમ અચાનક રેતી ભરી ને ચાલતી હાયવા ટ્રકો રસ્તા માંથી ગાયબ થઈ ગઈ હતી..

અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમય થી ચોમાસા ની ઋતુ નું આગમન થવાની સાથે રેત માફિયા બેફામ બની ગયા હોઈ તેમ બેધડક રેતી નું સ્ટોક કરવા ઓવરલોડ રેતી ભરી ઉમલ્લા તેમજ વાઘપુરા બજાર માંથી પોલીસ ની રહેમરાહ નીચે થી બે રોકટોક પસાર થઈ રહ્યા છે જેમાં સોશ્યિલ મીડિયા ના માધ્યમ થી દુકાન ધારકો દ્વારા વિડિઓ ના માધ્યમ થી ઓવરલોડ રેતી ભરી ને જતી ટ્રકો ના કારણે રોડ રસ્તા અને ગ્રાહકો ન આવતા બજાર પર પણ મન્દી ની માર પડતા હેરાન પરેશાન થઈ ગયા હોઈ જેના કારણે આવી પ્રવુતિ અટકાવવા માટે સોશ્યિલ મીડિયા નો સહારો લઈ માં વિડિઓ વાયરલ કર્યા હતા…જે કારણે અચાનક ખાણ ખનીજ વિભાગે આજે ઉમલ્લા ખાતે આવી જતા રેતી ની ટ્રકો રસ્તા માંથી જાણે ગાયબથઈ ગઈ હોઈ તેમ દ્રશ્યો માં નજરે ચડ્યું હતું…

પરંતુ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતાની સાથેજ આજે તો આ ગેર કાયદેસર પ્રવુતિ કરતા રેતી ના વાહણો અટક્યા છે પણ શુ આ બીજા દિવસે પણ આવી રીતે તંત્ર કર્યવાહી કરી અટકાવશે? કે પછી આ ખાલી ઓપચારિકતા જ હશે તે હવે જોવું રહ્યું…!

#DNSNEWS


Share to

You may have missed