રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
ઝઘડિયા જીઆઇડીસી સ્થિત સીગાચી ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી મલ્ટીપલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન સંસ્થા દ્વારા બાળકોને સ્કુલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઝઘડિયાના સરપંચ સુરેશભાઈ વસાવાના ઘરે સ્કુલ બેગ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મલ્ટીપલ ડેવલપમેન્ટ સંસ્થાના પ્રમુખ મિતેશભાઇ પઢિયાર તેમજ ઝઘડિયાના સરપંચ સુરેશભાઈ વસાવાના હસ્તે આજે ૮૦ જેટલા બાળકોને સ્કુલ બેગ વિતરણ કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા હાલમાં કુલ ૩૦૦ ઉપરાંત સ્કુલબેગો જરુરતમંદ વિધ્યાર્થીઓને આપવામાં આવી હતી. ઉપસ્થિત અગ્રણીઓએ બાળકોને તેમને મળતી સુવિધાઓનો યોગ્ય લાભ લઇને અભ્યાસમાં પુરુ ધ્યાન આપીને ખંતપૂર્વક આગળ વધવું જોઇએ એવો અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છેકે સંસ્થા દ્વારા અવારનવાર વિવિધ લોકોઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.