ડી એન એસ ન્યૂઝ,નર્મદા 08-04-22
ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોની માહિતી મેળવી કાયદેસર કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આધારે સર્કલ પોલીસ ઇન્સપેક્ટર પી.પી.ચૌધરી સા. નાઓના સુપરવિઝન હેઠળ પો.સ.ઇ.એ.એસ.વસાવા તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે કોમ્બીંગ ના.રા.માં હાજર હતા તે દરમ્યાન અ.હે.કોઇનેશભાઇ કરમસીંગભાઇ બ.નં.૭૮૨
નાઓને પોતાના ખાનગી બાતમીદારથી બાતમી હકીક્ત મળેલ કે, દેડીયાપાડા પો.સ્ટે. પર્ટ-“એ” ગુ.ર.નં ૧૧૮૨૩૦૦૪૨૨૦૧૮૧ ૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ ચોર મુદ્દામાલ હાલમાં બીપીનભાઇ અમરસીંગભાઇ વસાવા રહે.નાની બેડવાણ તા.દેડીયાપાડા જિ.નર્મદા નાઓના ઘરમાં હોવાની પાકી બાતમી હકીક્ત મળતા સદરહું બાતમીવાળા ઘરે જઇ તપાસ કરતા સદરહું બીપીનભાઇ અમરસીંગભાઇ વસાવા નાઓ ઘરે હાજર મળતા તેને સાથે રાખી તેના ઘરમાં ઝડતી તપાસ કરતા તેના
ઘરમાંથી ચોરીમાં ગયેલ ચોર મુદ્દામાલ ઓરી જેન્ટલ મોટર મળી આવતા સદરહું આરોપી બીપીનભાઇ અમરસીંગભાઇ વસાવા નાઓને ચોરી બાબતે પૂછપરછ કરતા સદરહું ચોરીમાં ગયેલ ચોર મુદ્દામાલ પોતે આ કામના આરોપીઓ- (૧) સુનીલભાઇ રમણભાઈ વસાવા (૨) વજીભાઇ ચંદુભાઈ વસાવા (૩) અતુલભાઇ જીતુભાઇ વસાવા ત્રણેય રહે.નાની બેડવાણ તાદેડીયાપાડા જિ.નર્મદા નાઓ રોક્ડા રૂ.૩૦૦૦/- માં વેચાણ અર્થે આપી ગયેલ હોવાનું જણાવતા હોય જેથી ઉપરોક્ત આરોપીઓ-(૧) બીપીનભાઇ અમરસીંગભાઇ વસાવા ઉ.વ.આ૩૫ (૨) સુનીલભાઇ રમણભાઇ વસાવા ઉ.વ.આ૨૮ (૩) રવજીભાઇ ચંદુભાઇ વસાવા ઉ.વ.આ.૪૦ (૪) અતુલભાઇ જીતુભાઇ વસાવા ઉ.વ.આ.૨૭ ચારેય રહેનાની બેડવાણ તાદેડીયાપાડા જિ.નર્મદા નાઓને ચોર મુદ્દામાલ ઓરી જેન્ટલ મોટર સાથે પકડી પાડી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી ઇ.પી.કો. કલમ ૩૭૯,૪૧૧,૧૧૪ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર / જેસીંગ વસાવા ડેડીયાપાડા,નર્મદા
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.