November 21, 2024

લાગે છે કે હવે “પુષ્પા” મુવી જોઈ ચોરો પણ હવે ચંદન ના ઝાડ ને નિશાન બનાવી તેની પાછળ હાથ ધોઈ પડી ગયા હોઈ તેમ લાગી રહ્યું છે ..ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિર સંકુલ માંથી ચંદનના વૃક્ષો કાપી લાકડાં ની ચોરી…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ડી એન એસ ન્યૂઝ ભરૂચ 10-03-22

ગુમાનદેવ મંદિર ની જમીન માં ૨૦ વર્ષ અગાઉ વાવેતર કરેલ પરીપકવ થયેલ ૨૦ જેટલા ચંદનના વૃક્ષો તસ્કરો કાપી ગયા હતા..

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગુમાનદેવ હનુમાનજી મંદિર ના મહંત દ્વારા ૨૦ વર્ષ કે તેથી વધુ સમયથી મંદિરની કબજાની જમીનમાં વિવિધ વૃક્ષો વાવેતર કરેલ હતું. મંદિર દ્વારા સાથે-સાથે ચંદનના વૃક્ષો પણ વાવેતર કરવામાં આવ્યા હતા. મંગળવારની રાત્રિના રોજ કોઈ અજાણ્યા ચોર ઇસમો મંદિરની જમીનમાંથી ૨૦ જેટલા પરીપકવ થયેલ ચંદનના વૃક્ષો ઈલેક્ટ્રીક કટર વડે કાપી ગયા હતા. કાપેલા કેટલાંક વૃક્ષ ના લાકડા ચોર ઈસમોએ ત્યાં જ છોડી દેતા બાકીના લાકડાઓ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મંદિરના મહંત મનમોહનદાસને વહેલી સવારે ચંદનના લાકડા કાપી ચોરી ગયા હોય તેમણે ઝઘડિયા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી…

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગુમાનદેવ મંદિર ની જમીન માંથી વાવેતર કરેલ ચંદનના‌ વૃક્ષો કાપી તેના લાકડા બે વખત ચોરી કરી ગયા હતા જેમાં પોલીસ દ્વારા આજદિન સુધી કોઈ આરોપીઓનો કોઈ અટોપતો નથી જેથી પોલીસ પ્રસાશન ઉપર પણ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે…

ત્યારે આ પુષ્પા મુવી ના ચોર તો નહીં પણ રીઅલ લાઈફ ના ચોરો ને પોલીસ પ્રસાશન પકડે છે કે કેમ તે જોવું રહ્યું…

#DNSNEWS


Share to

You may have missed