રાજપીપળા:બેંક ઓફ બરોડા ના બ્રાન્ચ મેનેજર AC ચેમ્બર મા અને ગ્રાહકો તડકે મરે??

Share to

બેંક ઓફ બરોડા ની બહાર તાપ મા ભુચાડ ગામ ની વિકલાંગ વૃધ્ધા તાપ તપી ગયેલા ફ્લોર ઉપર ધસડાઈ ને પૈસા ઉપાડવા મજબુર

બેંક ઓફ બરોડા ના બ્રાન્ચ મેનેજર નિતેશ ને આ મામલે પૂછતાં તેમણે ઉદ્ધત જવાબ આપતા કહ્યું કે તમે પૂછનારા કોણ? બેંક ની બહાર કોણ ઉભું છે એનાથી મારે કોઈ લેવા દેવા નથી.

ઈકરામ મલેક:રાજપીપળા

 રાજપીપળા ની બેંક ઓફ બરોડા ની બહાર ગ્રાહકો તડકા મા ઉભા રહેવા મજબુર, ગામડાં માંથી પોતાના ખાતા મા થી પૈસા ઉપાડવા આવતા લોકો ને બહાર ખુલ્લા તાપ મા ઉભા રાખવામાં આવે છે. ગામડાં માથી આવતા લોકો પોતાને પડતી હાલાકી મુંગા મોઢે સહન કરી લે છે, એટલે બેંક ના કર્તાધરતા ઓ ને પોતાને રાજા હોવાનો વહેમ ઘુસી ગયો હોય એમ લાગે છે. તારીખ 10 માર્ચ ના રોજ બેંક ની બહાર તાપ મા ભુચાડ ગામ ની એક વિકલાંગ વૃધ્ધા તાપ થી તપી ગયેલાં પ્લાસ્ટર ઉપર ઠસડાઈ ને બેંક ની બહાર પૈસા ઉપાડવા આવી હતી, અને ગેટ પાસે નીચે બેસી રહ્યા હતા, આ દ્રશ્ય જોઈ એક જાગૃત ગ્રાહકે બ્રાન્ચ મેનેજર ને વિકલાંગ ગ્રાહકો માટે કોઈ અલગ વ્યવસ્થા કેમ નથી? અને તેઓ તાપ મા નીચે બેસેલા છે એમ જણાવતા ઉશ્કેરાઈ જઈ તમે પૂછનારા કોણ છો? એમ કહી ઉદ્ધત વર્તન કરી બેંક બહાર કોણ ઉભું છે એનાથી મારે કોઈ લેવા દેવા નથી એમ કહી પોતાની હલકી માનસિકતા નો પરિચય આપ્યો હતો.

 જે ગ્રાહકો ઉપર બેંક નું અસ્તિત્વ ટકેલું છે એ ગ્રાહકો તાપ મા ગરમી મા ટળવળે છે અને બેંક ના નોકર એવા મેનજર અને અને અન્ય સ્ટાફ AC ની ઠંડી હવા મા બેસી ને કામ કરે છે. ડગલે ને પગલે ગ્રાહકો પાસે થી રૂપિયા ખંખેરતી બેંકો અલગ અલગ સેવાઓ ના નામે ગ્રાહકો પાસે થી ચાર્જ વસુલતી હોય છે. બેંક મા પૈસા મુકવા જાવ તો પણ ચાર્જ અને ઉપાડવા જાવ તો પણ ચાર્જ, મોબાઈલ ઉપર SMS મેળવવા હોય તો એનો પણ ચાર્જ ચૂકવો, ATM માંથી અમુક મર્યાદા બાદ પૈસા ઉપાડો તો એનો પણ ચાર્જ, ખાતા મા જો બેલેન્સ મૈન્ટાઈન ના થાય તો એમાં પણ દંડ થાય, આમ ડગલે ને પગલે ગ્રાહકો પાસે થી બેંકો પૈસા ખંખેરતી હોય છે, અને બેંક ની આંટી ઘૂંટી થી અજાણ ગ્રાહક લૂંટાતો રહે છે.

  આમ રાજપીપળા ની બેંક ઓફ બરોડા ના બ્રાંચ મેનેજર કહ્યા મુજબ બેંક મા રાખેલા પૈસા ઉપાડવા આવેલા બેંક ની બહાર તાપ મા કોણ ઉભું છે, એનાથી એમને કોઈ લેવાદેવા નથી, કદાચ રાજપીપળા બ્રાન્ચ આદિવાસી વિસ્તાર મા આવતી હોવાથી મેનજર પોતાને બેંક નો રાજા સમજી બેસી પોતાને કોઈ સવાલ પૂછે તે ગમતું ના હોય એમ બની શકે, બેંક મા આવતા ગ્રાહકો ને પડતી અગવડો વેઠી ચૂપ રહેતા ગ્રાહકો ની ચુપકીદી ને કારણે આવા ઉદ્ધત અને માનસિક વિકલાંગતા ધરાવતા મેનજરો ને મોકળું મેદાન મળે છે.


Share to