સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકામાં પત્રકાર એકતા સંગઠનની રચના કરવામાં આવી

Share to

ડી એન એસ ન્યૂઝ ભરૂચ, 07-03-22

વિક્રમસિંહ દેશમુખ /DNS NEWS

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની પત્રકાર એકતા સંગઠનની નવીન કારોબારીની રચના કરવામાં આવી છે. આ બેઠકમાં મુખ્ય અતિથિવિશેષ પદે સાબરકાંઠા જિલ્લા કણાદર સીટ સદસ્ય લીલાબેન એલ નિનામાં,કે.એમ.ડામોર (ભૂતપૂર્વ જોઈન્ટ ડિરેક્ટર ઓફ ઇન્ફોર્મેશન,રાજુભાઇ ખરાડી,( કારોબારી સભ્ય,અનુસૂચિત જનજાતિ વિભાગ બીજેપી) બારા જીતેન્દ્રકુમાર જીવાજી ( બીજેપી મહામંત્રી વિજયનગર તાલુકા યુવા મોર્ચો) ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા પ્રમુખ સંજયભાઈ દિક્ષિતની રાહબરી હેઠળ મળેલ મીટીંગમાં ભાવિકભાઈ પટેલ સાબરકાંઠા મંત્રી, લોકશાહી પ્રણાલી મુજબ વિજયનગર તાલુકાની કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. આ બેઠકમાં વિજયનગર તાલુકાના પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતાં. 

સાબરકાંઠા જિલ્લા મહામંત્રી ભુધરા હર્ષદકુમાર અને વિજયનગર તાલુકા પ્રમુખ શ્રી રસિક કટારા આગેવાની હેઠળ મળેલ બેઠકમાં ઉપપ્રમખ પદે શ્રી લલિત ડામોર, સંજય ચૌધરી,ભરતભાઇ મોડિયા ર નિમણૂંક કરવામાં આવી હતી. મહામંત્રી પદે ચંદુભાઈ પટેલ,રાહુલભાઈ શાહ,સંગીતાબેન શાહ આવી હતી. આ ઉપરાંત તાલુકા મંત્રી વિમલભાઈ ખરાડી,હિતેશભાઈ પાવર ખજાનચી પંકજભાઈ પરમાર આઈટી સેલમાં કોહિનૂર કટારા ની વરણી કરવામાં આવી હતી.

#DNSNEWS


Share to

You may have missed