નિયમો ને નેવે મૂકી ભીની અને ઓવરલોડ રેતી ભરીને આપતા લીઝ સંચાલકો…
જીલ્લા ખાણ ખનીજ ની કામગીરી ઉપર ઉઠતાં સવાલો..
DNSNEWS ઝગડીયા
ભરૂચ જિલ્લા માં નર્મદા નદી માંથી રેતી ઉલ્લેચી અને અનેક કામો માં આ રેતી નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે બિલ્ડીંગ, ઘર ઉદ્યોગો સહિત માં બાંધકામ માટે તે જરૂરી છે પરંતું રેતી વહન કરવા અને ભીની રેતી માપ કરતા વધુ રેતી ભરવી એ કાયદાનો ભંગ કહી શકાય પરંતું ઝગડીયા તાલુકાના નર્મદા નદી પટમાં આવેલ લીઝના સંચાલકો ભીની અને વાહન ની સમતા કરતા વધુ રેતી ભરી આપતા રસ્તા અને ગામો માંથી પસાર થતી ઓવરલોડ હાયવા ટ્રક જોઈ લોકો ને જનાઈ આવે છે કે આ ગેરકાયદેસર થઈ રહ્યું છે….
ત્યારે ઉમલ્લા અને વાઘપુરા ગામના મધ્યમાંથી પસાર થતી ભીની રેતીના વાહનો થી સ્થાનિક રહીશો,શાળા એ જતા બાળકો, અને બજારમાંથી આવતા જતા વાહનચાલકો ને પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે જેમાં ભીની રેતી વહન કરતા ટ્રક માંથી પાણી રિસાઈ અને માર્ગ માં પડતા માર્ગ પાણી થી સમગ્ર રોડ ભીનો થઈ રહ્યો છે જેમાં બાઈક ચાલકો સ્લીપ થતા અકસ્માતનો ભોગ બને છે તો ભીની રેતી લઈ જતા વાહનો માંથી પડતા પાણી ના કારણે ચાલતા લોકો ને પણ અગવડતા પડી રહ્યી છે તો બીજી તરફ વડોદરા તરફ થી આવતા અને જતા વાહન ચાલકો ને મોટી સંખ્યા માં ચાલતી રેતી ના ટ્રકો ને કારણે ઉમ્મલા વાઘપુરા બજાર માં ટ્રાફિક ની સમસ્યા થી પરેશાની થઈ રહી છે જેને લઈ ઉમલ્લા પોલીસ ના પી એસ આઈ દ્વારા 10 થી 15 જેટલાં હોમગાર્ડ જવાન ને ટ્રાફિકનું હળવું કરવા તૈનાત કરવામાં આવ્યા છે અવારનવાર રેતી ની અસંખ્ય ટ્રકો ના કારણે ટ્રાફિક સર્જાતા પોલીસને પણ ટ્રાફિક ના કામમાં પણ વધારો થઈ રહ્યો છે.. ત્યારે નિયમો માત્ર કાગળ ઉપર હોઈ તેમ તાલુકાના અધિકારીઓ પણ હાથ ઉપર હાથ રાખી બધો ખેલ તમાશો જોઈ રહ્યા છે તો ખાણ ખનીજ વિભાગ પણ આ બાબતે માત્ર એક બે વાર અમુક ગેરકાયદેસર વાહનો પકડી અને હાસ્કારો માની ચુપકિદી સેવી લેતા હોઈ છે ત્યારે આમ જનતા દ્વારા સવાલો ઉભા થયા છે કે લીઝ સંચાલકો ને વાહન ની ક્ષમતા કરતા વધુ માત્રામાં ભીની રેતી ભરી આપવા ના કોઈ નિયમો છે ખરા? અને રાત્રી દરમિયાન લીઝ સંચાલકો દ્વારા આ વાહનોમાં રેતી ભરી ને રેતી વહન કરવાની છૂટ છે ખરી? અને શુ ખાણ ખનીજ વિભાગ સજાગ છે ખરું કે કેટલા વાહનો કાયદેસર છે અને કેટલા ગેરકાયદેસર ? ખાણ ખનીજ વિભાગ દ્વારા આ હજારો ની સઁખ્યા માં ચાલતા ગેરકાયદેસર ઓવેલરલોડ રેતી ના ટ્રક ઉપર માત્ર બે ત્રણ વાહનો ઉપર જ કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ કરતું હોવાની લોકમુખે ચર્ચા એ જોર પકડ્યું છે ત્યારે ખાણ ખનીજ વિભાગ ની પણ છાપ ખરડાઈ રહી છે ત્યારે પોલીસ વિભાગ પણ પોતાની ફરજ માં આવતી કાર્યવાહી કરી રહી છે પરંતું રેતી ના વહન ને લગતી ગેરરીતી ખાણ ખનીજ ને કરવાની હોઈ છે ત્યારે આ બાબતે ખાણ ખનીજ વિભાગ આખો ઉપર પાટા બાંધી દેતા હાલ લોકો ક્યાંક ને ક્યાંક તાલુકાના વહીવટી તંત્ર અને અધિકારીઓ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે જે બાબતે કોઈ નક્કર પગલાં ભરે તેમ ઈચ્છી રહ્યા છે ….
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.