November 21, 2024

જૂનાગઢ જિલ્લાના માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખાતે દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરાયું જેમાં, 93 જેટલા દિવ્યાંગોને પ્રમાણપત્ર અપાયા

Share to



જિલ્લાકક્ષાએ ધક્કો ના થાય એ માટે તાલુકા કક્ષાએ જ જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા દિવ્યાંગ ચકાસણી કરાઈ જૂનાગઢ જિલ્લાના માંગરોળ સરકારી હોસ્પિટલમાં જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા દિવ્યાંગ સર્ટીફિકેટ મેળવવા આરોગ્ય ચકાસણી માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાંથી 93 લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. જેઓ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ શકશે.આ કેમ્પનું આયોજન જિલ્લા કલેકટર સહિતની કમિટીની સૂચનાથી, જનરલ હોસ્પિટલ જુનાગઢનાસુપ્રીટેન્ડન્ટશ્રી, જનરલ હોસ્પિટલ જુનાગઢ ના સીવીલ સર્જન શ્રી તેમજ આર એમ ઓ ના માર્ગદર્શન હેઠળ , દિવ્યાંગ લોકોને જિલ્લા કક્ષાએ ધક્કા ના ખાવા પડે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં જનરલ હોસ્પિટલ જુનાગઢના ટિમ લીડર તરીકે સાગર સોલંકી, ડો જેનિલ જાગાણી, ડો દેવાંગી પટેલ,ડો અંકિત ઉમરેલીયા, હેમેન્દ્ર પરમાર, ઉત્તમ ખાણીયા, મનીષા પોપટ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed